NSUI કરશે શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી

0
652

જામનગર :  દેવભૂમિ દ્વારકા એનએસયુઆઈ દ્વારા વિધ્યાર્થીઓના વિવિધ મુદાઓને લઇને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પહોચી અનોખો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નને આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થી સંગઠન દ્વારા થાળી- ચમચી વગાડી અનોખો વિરોધ દર્શાવાયો હતો.

હાલ કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ હોય ત્યારે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી, આરટીઈની પ્રવેશ પ્રકિયા ચાલુ કરવા, ફી માટે વાલિઓને દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઇન શિક્ષણનું ડિંડક બંધ કરાવવા જિલ્લા શિક્ષણઅધિકારીને એનએસયુઆઈએ  48 કલાકનું અલ્ટીમેટ આપ્યુ છે. જો 48 કલાકમાં યોગ્ય નિર્ણય નહિં લેવાય તો શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

આ વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક પોલીસે એનએસયુઆઈના પ્રમુખ દાના માડમ, સંજય આંબલીયા સહિતનાઓની અટકાયત કરી હતી. વિદ્યાર્થી સંગઠનની સાથે કોંગ્રેસ આગેવાન દેવુ ગઢવી, સુભાષ પોપટ, સાવન કરમુર, દેવર્ષિ જોશી, દેવાણંદ માડમ, હિતેષ નકુમ,ગોવિંદ આંબલિયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here