ખંભાલીયા વિધાનસભા: હાઈપ્રોફાઈલ બેઠકના ગામેગામનું વિહંગાવલોકન

0
55360

જામનગર સંસદીય વિસ્તારની દેવભૂમિ દ્વારકા જીલ્લાની દ્વારકા બેઠકના ગામે ગામમાંથી કોને કેટલા મત મળ્યા તેનો હિસાબ કર્યા બાદ આજે રાજ્યભરમાં હાઈ પ્રોફાઈલ બની ગયેલ ખંભાલીયા બેઠકની ચર્ચા કરવી છે. અહી વિક્રમ માડમને દિગ્ગજ અને પ્રથમ શ્રેણીના નેતા માનવામાં આવતા હતા પરંતુ લઘુમતી પ્રભાવિત ગામડાઓ આપમાં ફંટાઈ જતા કાકાનો રકાસ થયો છે. જયારે મુળુભાઈને ખંભાલીયા-ભાણવડ તાલુકા મથક ઉપરાંત ૭૫ નાના મોટા ગામડાઓમાંથી સરસાઈ મળતા વિજય નિશ્ચિત થયો હોવાનું આકડાઓ પરથી સામે આવ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં મુખ્ય મંત્રીના ચહેરા તરીકે પ્રસ્થાપિત થયેલ ઇસુદાન ગઢવીને ગઢવી-આહીર જ્ઞાતિ પ્રભાવિત જ નહિ પણ અન્ય ગામડાઓ ઉપરાંત ભાણવડ પંથકમાંથી લીડ મળી છે. ધારાસભ્ય બનેલ મુળુભાઈને ફરી વખત મંત્રી પદ મળ્યું છે ત્યારે આ બેઠક પર કયા ગામમાંથી ભાજપ-કોન્ગ્રેસ અને આપને કેટલા મત મળ્યા/ ક્યા ગામમાંથી કોને જાકારો મળ્યો ? આ તમામ બાબતોનો તાગ નીચેના આકડાઓ પરથી મળી જશે.

ક્યા ગામડાઓમાંથી કોને મળી વધારે લીડ ?

ભાજપના મુળુભાઈ બેરાને ખંભાલીયા તાલુકાના ૫૩ ગામડાઓમાંથી લીડ મળી છે જેમાં રામનગર, વિરમદળ, ખજુરીયા, ભાતેલ, માધુપુર, વિજયપુર, હાપા લાખાસર, બજાણા, કોળવા, તથીયા, નવા તથીયા, કેશોદ, ભાડથર, ભીંડા, ભંડારિયા, આંબરડી, દેવળિયા, કોટડીયા, ભાણખોખરી, મોટી ખોખરી, સુતારીયા, લાલુકા, ફોટ, ફોટ-પ્રેમગઢ, ભરાણા, તીમ્બડી, કાકાભાઈ સિહણ, ગોઈંજ, કાઠી દેવળિયા, સોઢા તરઘડી, મોટા માંઢા, ઉગમણા બારા, આથમણા બારા, નાના આસોટા, ઝાક્સીયા, કોઠા વિસોત્રી, કબર વિસોત્રી, દાતા, વડાલીયા સિહણ, સખપર, કંચનપુર, હર્ષદ પુર, હરીપર, દાત્રાણા, હંજરાપર, ધંધુસર, સોનારડી, વડત્રા, ખંભાલીયા, ધરમપુર, આહીર સિહણ, મહાદેવીયા અને શક્તિનગરનો સમાવેશ થાય છે. જયારે ભાણવડ તાલુકાના જામપર, ગુંદલા, સાજ્ડીયારી, રેટા કાલાવડ, કટોલીયા, સણખલા, નવાગામ, ભાણવડ, આંબલીયારા, જારેરા, ભવનેશ્વર, દુધાળા, ગડુ, હાથલા, રોજડા, રાણપર, મેવાસા, ફતેપુર, આંબરડી, શિવા, મોટા કાલાવડ સહિતના ૭૫ ગામડાઓમાંથી ભાજપને લીડ મળી છે.

ઇસુદાનને આ ગામડાઓમાંથી મળી સરસાઈ

આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીને બંને તાલુકાના ૩૫ ગામમાંથી સરસાઈ મળી છે. જેમાં ખંભાલીયા તાલુકાના મોવાણ, સિદ્ધપુર, પીપળીયા, માંઝા, ભટ્ટગામ, લીલીયા, ગોલણ શેરડી, ભારા બેરાજા, વાડીનાર, મોટા આંબલા, નાના આંબલા, કજુરડા, પરોડીયા, સલાયા, નાના માંઢા, સોડસલા, વચલા બારા, દખણા બારા, બેહ, અજાડ ટાપુ, બેરાજા, સુમરા તરઘડી માંથી લીડ મળી છે. જેમાં ઇસુદાનના પોતાના પીપળીયા ગામની વાત કરીએ તો ગઢવીને કુલ પડેલ ૪૭૧ મત માંથી ૪૨૧ મત મળ્યા છે, જયારે ૩૭ મત ભાજપાને અને ચાર મત કોંગ્રેસને મળ્યા છે. ભાણવડ તાલુકાના ગુંદા , જામ રોજીવાળા, સઈ દેવળિયા, રૂપામોરા, ભરતપુર, ભેનકવડ, ઢેબર, પાછતર, કિલેશ્વર, મોખાણા, ટીંબડી, વેરાડ અને જસાપર સહિતના ૩૫ ગામડાઓમાંથી લીડ મળી હતી.

વિક્રમભાઈને ક્યા ગામમાંથી મળી લીડ ?

કદાવર નેતા તરીકે જાણીતા કોંગ્રેસના વિક્રમ માડમને પ્રજાએ જાકારો આપ્યો છે. તેઓ મત મેળવવામાં છેક ત્રીજા નંબરે રહ્યા હતા. જો કે બંને તાલુકાના ૨૦ ગામડાઓમાંથી કાકાને લીડ પણ મળી છે. જેમાં ખંભાલીયા તાલુકાના ચુડેશ્વર, સામોર, કાકાભાઈ સિહણ, કુવાડિયા, હંસ્થળ, નવા વિરમદળ, ગોકળપર, જુવાનગઢ, કોટા, કંડોરણા, ઠાકર શેરડી, સગારીયા, સેઢા ભાડથર, લાલપરડા, અને ભાણવડ તાલુકાના ચાંદવડ, સેવક દેવળિયા, મોરજર, રાણપરડા, ઘુમલી, મોડપર, જંબુસર નો સમાવેશ થાય છે.

ખંભાલીયા તાલુકાના ગામડાઓમાંથી કોને કેટલા મળ્યા મત?

ગામ                ભાજપ         કોંગ્રેસ        આપ

વાડીનાર           ૮૨૬             ૯૯૪       ૨૫૭૨

ભરાણા           ૩૫૦૬           380         ૧૪૨૮

મોટા આંબલા    ૭૫               ૪૩           ૮૮

નાના આંબલા    ૨૨૫            ૪૬૦         ૪૬૧

ટીંબડી             ૩૦૫             ૨૧૧        ૧૨૭

કજુરડા             ૩૫૦            ૧૬૨        ૩૮૮

પરોડીયા           ૭૦              ૧૪          ૧૦૨૦

ચુડેશ્વર            ૨૩૪           ૪૪૯         ૨૪૪

કાલાવડ સીમાણી    ૨૮૫         ૪૨          ૭૬

ગોઈંજ               ૪૮૯          ૩૦૨        ૨૬૭

સલાયા           ૧૯૩૪         ૬૩૪૪       ૬૫૭૯

નાના માંઢા         ૨૨૦          ૨૮૮            ૪૦૮

કાઠી દેવળિયા   ૩૫૩              ૧૪૮           ૧૭૫  

સોઢા તરઘડી    ૩૫૨             23              ૩૨૪

મોટા માંઢા       ૪૫૪            ૨૨૨          ૩૩૮

સોડસલા           ૨૩૪           ૧૨૭           ૩૨૭

ઉગમાણા બારા   ૪૨૨      ૨૨૭      ૩૯૩

વચલા બારા      ૧૮૫        ૫૦      ૨૧૯

આથમણા બારા     ૨૨૪      ૧૪૨    ૧૨૩

દખણાદા બારા      ૭૩      ૧૬૯       ૨૩૮

બેહ                 ૪૧          ૧૪     ૧૫૩૫

નાના આસોટા     ૫૫૯     ૨૩૩     ૨૬૪

અજાડ ટાપુ        ૧           9          ૧૬

બેરાજા              ૫૬૮     ૩૧૮    ૭૭૨

ઝાક્સીયા           ૪૯૨       ૯૭        ૪૯ 

સામોર          ૫૩૯      ૬૬૩      ૧૨૭

કોઠા વિસોત્રી     ૮૩૭       ૩૪૫      ૧૦૧

કબર વિસોત્રી       ૩૯૪     ૭૬      ૧૦૩

દાતા               ૩૬૩      ૨૦૫      ૨૩૪

વડાલીયા સિહણ     ૪૮૦    ૨૫૭    ૬૯ 

સખપર             ૧૯૫     ૪૬     ૧૧૩

કાકાભાઈ સિહણ     ૧૪૯    ૧૭૦    ૧૦૧

કંચનપુર              ૨૨૬   ૮૨    ૨૦૨

હર્ષદપુર          ૩૫૩૨      ૪૫૯     ૧૪૧૨

હરીપર          ૩૯૦     ૧૬૭       ૮૩ 

કુવાડિયા       ૨૬૯     ૩૨૧       ૯૨

હંસ્થળ         ૩૧૩     ૪૨૨     ૧૫૧       

દાત્રાણા        ૬૮૮     ૨૧૯     ૧૯૭

હંજરાપર      ૩૨૨     ૧૩૯     ૨૩૩

ધંધુસર      ૧૨૩      ૧૬       ૭૭

સોનારડી     ૨૪૮    ૪૦   ૨૨૮

વડત્રા      ૯૬૯      ૭૨૫     ૩૮૬

ખંભાલીયા    ૯૫૧૩    ૩૬૮૪   ૫૦૭૮

ધરમપુર     ૫૨૯૧     ૮૧૭     ૭૭૦

આહીર સિહણ  ૮૨૪    ૩૩૫   ૧૧૨

મહાદેવીયા    ૪૪૪   ૨૧૮   ૧૨૭ 

સુમરા તરઘડી   ૮૭    ૧૨૨   ૨૪૪

શક્તિનગર   ૩૮૭૩  ૯૨૮    ૧૭૭૭

રામનગર       ૨૩૪૭     ૪૨૮    ૫૨૨

વિરમદળ         ૪૮૦   ૫૧૩    ૧૧૩

નવા વિરમદળ    ૧૦૭   ૧૩૦   ૧૩

ખજુરીયા   ૨૭૯    ૨૪૩    ૭૨ 

ભાતેલ      ૨૭૦   ૨૨૯    ૧૭૩

ગોકળપર   ૧૦૫   ૮  ૨૦૫ 

મોવાણ   ૭૧૩    ૪૧૪    ૮૦૧

સીદપુર   ૧૯૫    ૧૪૨    ૨૫૬

પીપળીયા  ૩૭     ૪      ૪૨૧

માધુપુર    ૨૩૬     ૧૧૩   ૮૭

જુવાનગઢ    ૩૯૬    ૪૨૨   ૧૯૭

વિંજલપર   ૮૭૬     ૮૧૨  ૧૯૩

માંજા          ૬૦   ૨૫    ૪૪૦

ભટ્ટગામ    ૪૩   ૧૭    ૪૨૦

કોટા           ૧૮      ૨૨૬  ૧૬૧

કંડોરણા       ૩૩૯   ૩૯૭   ૯૧

હાપા લાખાસર    ૩૭૩    ૨૦૯    ૧૦૬

પીર લાખાસર     ૧૧૮    ૩૮૧   ૪૫૩

બજાણા      ૭૭૫   ૫૧૨   ૧૬૩

કોલવા    ૭૪૭   ૪૯૬  ૧૪૧

તથીયા      ૨૪૯   ૨૨૯   ૧૨૩

નવા તથીયા   ૪૨૫  ૨૬    ૧૫

લલીયા      ૩૩      ૪૬     ૧૫૮ 

કેશોદ      ૬૬૭      ૨૨૨   ૨૫૩

ઠાકર શેરડી     ૩૭૮   ૬૬૮    ૨૬૫ 

ગોલણ શેરડી    ૧૧૪    ૩૨   ૨૮૮

ભાડથર      ૧૧૯૦      ૩૮૨   ૬૮૫

ભીંડા     ૫૧૪   ૩૪૧     ૨૨૩ 

ભંડારીયા     ૩૯૮   ૨૮૬   ૨૦૭

આંબરડી    ૪૨૭    ૨૫૬   ૮૩

દેવળિયા   ૨૯૦   ૧૬૯      ૧૪૯

સગારીયા    ૯૦      ૯૫      ૭૦

કોટડીયા      ૧૭૬     ૫૬     ૧૩૬

ભા ણખોખરી   ૩૭૯   ૨૩૭   ૧૪૫ 

ભારા બેરાજા    ૫      ૨     ૨૪૬  

શેઢા ભાડથર      ૨૧૧      ૨૪૭   ૧૨૦

મોટી ખોખરી    ૫૮૩    ૨૨૭   ૧૪૨

સુતારીયા     ૪૦૬   ૧૬૯    ૧૨૦ 

લાલુકા      ૩૫૧    ૧૪૦    ૧૦૦

ફોટ         ૨૭૦   ૧૫૬    ૯૪ 

ફોટ (પ્રેમગઢ)    ૨૩૪    ૧૪૩    ૪૨

લાલપરડા         ૩૩૬     ૩૬૯   ૨૦૮

ભાણવડ તાલુકાના ગામડાઓમાંથી કોને કેટલા મળ્યા મત?

ચાંદવડ        ૧૧૯    ૧૨૧     ૮૪ 

જામપર        ૩૯૯    ૨૯૫   ૩૩૬

ગુંદલા           ૨૪૧     ૮૮      ૧૯૭  

ગુંદા              ૪૧૫    ૨૪૭     ૫૫૩ 

સાજડીયાળી       ૨૫૫     ૧૧૫    ૨૧૪ 

રેટા કાલાવડ        ૪૩૨   ૨૮૧  ૩૨૮

ક્ન્ટોલીયા         ૩૦૨     ૧૭૭   ૪૫

સણખલા          ૬૭૬    ૫૧૩   ૨૦૪

જામરોજીવાળા      ૩૪૯   ૧૩૩  ૮૬૬

નવાગામ           ૫૧૪     ૧૫૩    ૩૬૦

સેવક દેવળિયા      ૧૮૧    ૨૮૯   ૧૭૪

મોરજર           ૩૧૧     ૬૩૦   ૩૪૬

સઈદેવળિયા   ૩૩૯     ૨૩૨   ૪૫૦ 

ભાણવડ   ૪૫૭૯      ૨૫૪૯   ૩૩૫૭

રૂપામોરા    ૪૫૨    ૧૨૨    ૭૬૪

રાણપરડા    ૬૧   ૧૫૭    ૧૫૬ 

આંબલીયારા     ૩૦૭    ૨૪   ૧૮૬

ભરતપુર   ૨૨૦   ૧૦૪  ૨૪૯

વિજયપુર   ૧૪૭    ૧૦૫    ૨૮૫

ભેનકવડ    ૫૭૯   ૩૯૫    ૬૫૩

જરેરા       ૩૧૦   ૮૦    ૩૦૮

ઢેબર      ૮૮૮     ૪૪૬    ૧૦૯૬

 ભવનેશ્વર  ૪૨૭    ૧૧૪   ૩૯૨

પાછતર   ૪૪૯    ૨૦૪   ૫૭૫

દુધાળા   ૨૦૯    ૧૩૯   ૧૯૪  

ગડુ   ૪૪૦    ૨૭૦   ૩૩૩

હાથલા    ૩૭૯    ૭૩   ૧૬૦

રોજડા     ૩૨૦    ૮૮    ૮૧ 

રાણપર     ૪૯૫    ૨૦૦   ૪૫૬

પાછતરડી    ૨૬૨    ૪૫   ૩૫૨ 

કિલેશ્વર નેશ   ૬૪    ૨૧    ૧૬૫ 

ઘુમલી   ૧૪૩     ૨૨૩     ૨૦૮ 

મોખાણા   ૨૦૭    ૨૯    ૬૩૭

ટીંબડી      ૩૧૦     ૨૫૧   ૪૧૧

મેવાસા      ૫૦૫   ૨૦૧     ૩૩૨

ફતેપુર      ૪૨૯    ૩૬૪    ૩૨૩

વેરાડ      ૮૭૮   ૨૨૪     ૯૭૬ 

આંબરડી     ૩૫૫   ૨૪૨   ૩૦૩

શિવા     ૬૨૧   ૨૬૯   ૩૧૬

મોટા કાલાવડ    ૧૨૦૭     ૪૬૭    ૨૩૭

મોડપર    ૬૪૩    ૬૬૬  ૫૪૯

કલીયાણપુર   ૩૮૩    ૩૬૧   ૩૬૯

જસાપર      ૩૧૮    ૩૧૩   ૩૭૫

જંબુસર          ૧૦૪    ૧૫૧   ૫૬ 

પોસ્ટલ        ૫૨૯      ૧૮૯    ૬૨૨

કુલ      ૭૭૮૩૪     ૪૪૭૧૫   ૫૯૦૮૯    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here