
જામનગર: જામનગર નજીકના સિક્કા ગામે રહેતા એક પરિવારના યુવાને પોતાની પત્નીને અસહ્ય ત્રાસ આપી માસુમ પુત્રી સાથે હાંકી કાડ્યા બાદ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાની ફરિયાદ મહિલા પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. પુત્રીના જન્મ બાદ સાસુ સસરાએ રસોઈ બાબતે ફરિયાદો શરુ કર્યા બાદ પતિએ પણ ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. સાસરીયાઓએ બે વર્ષમાં એક લાખની રકમ પણ તેણીના પિયર પાસેથી લઇ લીધી હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે.

જામનગર નજીકના સિક્કા ગામે રહેતા મૂળ વાંકાનેરના સાસરિયાઓએ પરિણીતા પર ત્રાસ ગુજારી હાકી કાઢ્યાની મહિલા પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે. જામનગરમાં ગુલાબનગર ભુત બંગલા સામે વિભાપર રોડ રામેશ્ર્વર મહાદેવ મંદિર પાસે રહેતી જેન્સીબેન અશ્વિનગીરી ગોસ્વામીએ સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતા પતિ:- ધવલવન રાજેશવન (૨) સાસુ:- રીટાબેન રાજેશવન ગોસ્વામી ગોસ્વામી (૩) સસરા:-રાજેશવન ન્યાલવન ગોસ્વામી રહે. આરોગ્ય નગર શેરી નં- ૯ બસ સ્ટેશન ની પાછળ વાંકાનેર તા.જી. મોરબી વાળાઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫,૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨),૩૫૧(૪), દ.પ્ર ધારા ૪ ,૬ મુજબ ફરિયાદ નોંધાવી છે,

ફરિયાદ મુજબ, તેણીના બે વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ,સાસુ,સસરાએ મારકુટ કરી, ભુંડી ગાળો બોલી, પૈસાની માંગણી કરી, અવાર નવાર નાની નાની વાતોમા વાંક કાઢી જેમ ફાવે તેમ બોલાચાલી કરી, ગંદી ગાળો બોલી, મારકુટ કરી, શારીરીક તથા માનસીક દુ;ખ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી છે. પતિએ તેણીને તથા તેની માતાને મોબાઇલ ફોનમા અવારનવાર અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી જેમ ફાવે તેમ ભુડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો આરોપ લગાવ્યો છે. ‘મારે છુટ્ટાછેડા જોઇએ છે તુ મને છુટ્ટાછેડા આપી દે એમ કહી અવાર નવાર હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપી એમ કહી તેણીને અને તેની માસુમ દિકરી રુદ્રીને પહેરેલ કપડે ઘર માથી કાઢી મુકી હતી. રસોઈ બનાવવા બાબતે સાસુ સસરાએ ફરિયાદો કરી તેમજ પત્નીને હાંકી કાઢ્યા બાદ અંકિતા ગોસાઈ નામની અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યો છે એમ પણ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત તેણીના માવતર પાસેથી એક લાખ રૂપિયા પણ લઇ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.