જામનગર: પતીએ પત્નીનું વોટ્સએપ ચેક કર્યું, પરપુરુષના મેસેજ વાંચ્યા, પછી…

0
46073

જામનગર: જન્મોજન્મમાં બંધનમાં બંધાયેલ દામ્પત્ય સબંધમાં વફાદારી ખુબ અગત્યની છે. પરતું જયારે બેવફાઈ સામે આવે છે ત્યારે સંસાર જેર થઇ જાય છે. જન્મોજન્મનો સાથ પલ દો પલનો બની જાય છે અને પછી બને છે હિંસાત્મક બનાવ, આવો જ એક બનાવ સામે આવ્યો છે જામનગર શહેરમાંથી, જેમાં પત્નીના મોબાઈલ ફોનમાં અજ્ઞાત પુરુષનો મેસેજ વાંચી ગયેલ પતિએ પીતો ગુમાવી દઈ પત્ની પર તવેથો લઇ તૂટી પડ્યો, માથાના ભાગે બે-ચાર ઘા મારી દેતા પરિણીતા લોહી લુહાણ થઇ ગઈ, દવાખાને સારવાર આપવામાં આવી ત્યારે પત્નીની સ્થિતિમાં સુધારો થયો.

સામાજિક સબંધને તાર તાર કરતો કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. જેમ શહેરના રણજીત સાગર રોડ પર આવેલ પટેલ પાર્કમાં વૃદાવન સોસાયટી-૧માં રહેતા પ્રતિક જગદીશભાઈ ચિતારાએ તેના જ પત્ની જલ્પાબેન પર તવેથા વડે ગઈ કાલે બપોરે હુમલો કર્યો હતો. તાવેથાના બે-ચાર ઘા માથામાં ફટકારી દેતા જલ્પાબેન લોહીલુહાણ થઇ ગયા હતા. પત્નીને ગંભીર ઈજાઓ પહોચાડી પતિ નાશી ગયો હતો. પાડોશીઓએ તેણીના પિયર પક્ષને જાણ કરી તેણીને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. દરમિયાન તેણીએ આ બનાવ અંગે સારવાર લઇ સીટી એ ડીવીજન પોલીસમાં પતી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોબાઈલ ફોનમાં કોઈ અન્ય પુરુષના મેસેજ જોઈ જતા આરોપી પતિએ તેની સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉસ્કેરાહટમાં ગુસ્સે થઇ તવેથા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. આ ફરિયાદ ખુદ તેણીએ પોલીસ સમક્ષ આપી છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના સમાજને લાલબતી ધરી રહી છે કે સામાજિક સબંધ વચ્ચે અનૈતિક સબંધ આવે તો વિકસેલા સબંધ તાર તાર થતા એક જ ઘડી લાગે છે. હાલ નાશી ગયેલ પતીની પોલીસે શોધખોળ શરુ કરી છે. પણ આ કિસ્સો સમાજ માટે બોધપાઠ રૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here