જામનગર: સામુહિક આપઘાત પ્રકરણમાં કોણ છે પઠાણી ઉઘરાણી કરનાર પાપીઓ, સામે આવી સીલસિલાબધ વિગતો

0
4738

જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા આહીર પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. આ પ્રકરણમાં બે સખ્સોની દાદાગીરી સામે આવી છે. આર્થિક સંકળામણ વચ્ચે પઠાણી ઉઘરાણી કરનાર બે સખ્સોના ત્રાસથી ચારેય સભ્યોએ જેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં મૃતક અશોકભાઈના ભાઈએ ફરિયાદ નોંધવી છે જેની સીલસિલાબંધ વિગતો જે ફરિયાદ છે તે અક્ષરસહ અત્રે પ્રસ્તુત છે.

મારું નામ વીનું ધુવા, કનસુમરા પાટીયા, શેરીનં.-૭૭જામનગર, તા.જી.જામનગર મુળ રહે. મોડપર ગામ તા.લાલપુર જી.જામનગર, મારી ફરીયાદ હકીકત લખાવું છું કે હું ઉપર લખાવ્યા સરનામે મારા કુટુંબ પરીવાર સાથે રહું છું અને બ્રાસપાર્ટની ભઠ્ઠી મા મજુરી કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. અમે ત્રણ ભાઇઓ છીએ જેમા સૌથી મોટા અશોકભાઇ હતા ત્યારબાદ હું અને સૌથી નાના જયેશભાઈ છે. અમો ત્રણેય ભાઇઓ પોત-પોતાના પરીવાર સાથે અલગ અલગ રહીએ છીએ અને મારા મોટાભાઇ અશોકભાઇના પરીવારમા તેઓ તથા તેમના પત્ની લીલુબેન તથા તેમના દીકરા જી ગ્નેશભાઈ તથા તેમની દીકરી કીંજલબેન છે અને મારા માતા નાથીબેન તથા પિતા જેઠાભાઈ આ મારા મોટાભાઇ અશોક ભાઇના પરીવાર સાથે રહે છે.

ગઇ કાલ તા.૧૦/૦૭/૨૦૨૪ સાંજના આશરે છએક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે મને મારા કાકા સુમાતાભાઈ પાલાભાઇ ધુવા રહે. મોડપર ગામ તા.લાલપુર વાળાનો ફોન આવેલ અને કહેલ કે તમારા મોટાભાઇ અશોક ભાઈ તેમના પરીવાર સાથે ધારાગઢના પાટીયા પાસે ઝેરી દવા પી લીધેલ છે અને તેઓને ભાણવડ સરકારી હોસ્પીટલ ખા તે લઇ ગયેલ છે જેથી તમે ભાણવડ પહોંચો એમ મારા કાકાએ ફોન ઉપર વાત કરતા હું તથા મારી બાજુમા રહેતા મારા સાળા લખમણભાઇ રાજસીભાઇ કનારા અમે બંન્ને જણા ભાણવડ સરકારી હોસ્પીટલ ખાતે આવતા મારા ભાઇ અશોક ભાઈ જેઠાભાઈ ધુવા જાતે આહીર ઉ.વ ૪૨ ધંધો બ્રાસપાટની ભઠ્ઠી તથા મારો ભત્રીજો જીગ્નેશ અશોકભાઈ ધુવા જાતે આહીર ઉ.વ ૨૦ ધંધો અભ્યાસ તથા મારા ભાભી લીલુબેન વા/ઓફ અશોકભાઇ ધુવા જાતે આહીર ઉ.વ ૪૨ ધંધો ઘરકામ તથા મારી ભત્રીજી કીંજલબેન ડો/ઓફ અશોકભાઇ ધુવા જાતે આહીર ઉ.વ. ૧૮ ધંધો. અભ્યાસ રહે બધા જામનગર માધ વબાગ-૧ સાંઢીયા પુલ પાસે તા.જી.જામનગર વાળાઓ ભાણવડ તાલુકાના ધારાગઢ રેલ્વેફાટક પાસે રોડની સાઇડમા પડત ૨ જગ્યામા કોઇ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી મરણ ગયેલ હોય જેથી તમો પોલીસે લાશો પરથી ઇન્કવે સ્ટ પંચનામુ તેમજ મરણોતર ફોર્મ ભરી લઇ મારી લખાવ્યા મુજબની જાહેરાત લખી લઇ અને સદરહુ લાશોનુ ફોરેન્સીક પી.એમ. થવા જામનગર જી.જી.હોસ્પીટલ ખાતે લઇ ગયેલ હોય અને સદરહુ જાહેરાત આધારે તમો પોલીસે ભાણવડ પો. સ્ટે. અ.મોત નં.૨૪/૨૦૨૪ થી રજી. કરેલ બાદ સુર્યોદય થતા એફ.એસ.અધિકારી આવતા એફ.એસ.એલ. અધીકારી ત થા આપ સાહેબ દ્વારા મને આ મારા ભાઈ ભાભી ભત્રીજા તથા ભત્રીજીનાઓએ જે જગ્યાએ ઝેરી દવા પી પોતાની જીંદ ગી ટુંકાવેલ તે જગ્યાએ જોતા એક સફેદ કલરની પ્લાસ્ટીકના જબલામાં અમુક કાગળો તથા મોબાઇલ ફોન નંગ 3 મળી આવેલ છે જે મોબાઇલ ફોનો પૈકી ૨ મોબાઇલ ફોનના લોક ખૂલ્લા છે અને એક મોબાઇલ ફોન કે જે મારા ભત્રીજાનો છે જેનો પાસવર્ડ ૦૧૦ હોવાની મને જાણકારી છે. જે ત્રણેય મોબાઇલ ફોનો આપ સાહેબ તથા પંચોની હાજરીમાં વારાફરતી ખોલી જોતા જેમા નીચે મુજબની હકિકત જણાઇ આવેલ છે.


(૧) રેડ મી કંપનીનો સ્કાય બ્લ્યુ કલરનો ટચ સ્ક્રીન જુના જેવો મોબાઇલ ફોન કે જે મારા ભાઈ અશોકભાઇ ધુંવાનો છે. જેનો પાસે ૮૮૪૯૦૯૯૫૪૩ તથા ૯૯૨૪૭૮૯૬૪૩ ના વપરાશ કરતા હતો જેમાં વોટસએપ ચેટ જોતા કેનવી કરીને  કોઇ વ્યકિત દ્વારા મારા ભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરતા મેસેજ જણાય છે. જયારે આ ફોનમાં રહેલ બીજુ વોટસએપ બીઝનેશમાં ખોલી જોતા જેમાં લીલુ ધુવા (મો.નં. ૯૬૮૭૨૮૯૦૩૧) નામના વ્યકિત દ્વારા ગઇ કાલે ૩ વીડીયો સવાર કલાક ૧૦/૪, ૧૦/૫૫ અને ૧૦/૮ વાગે મારા ભાઇને વોટસએપથી મોકલેલ હોવાનુ જણાય છે જે વિડીયોમાં જોતા કુલ ૪ વ્યકિતઓ દ્વારા મારા ભાઇને ધમકાવતા તથા મારતા હોવાનુ તથા નોટમાં કંઇક લખાવી તેના કાગળો તેઓ લઇ લેતા હોવાનુ જણાય છે. જેઓ મારા ભાઈ પાસે પૈસાની કડક ઉઘરાણી કરતા હોવાનુ મારુ માનવુ છે.
આ સિવાય મો.નં. ૯૩૧૩૫૪૦૧૭૫ ઉપરથી મારા ભાઇને મંગળવારે એક લાલ કલરની બોર્ડરવાળી નોટમાં બ્લ્યુ પેનથી લખેલ લખાણનો ફોટો મોકલેલ છે. જે ફોટાનુ લખાણ જોતા ” ચામુડા કાસ્ટમાંથી મારે ૦,૦૦,૦૦૦/- અંદાજે વી.એમ.મેટલ (વિશાલસિંહ જાડેજા)ને માલ લીધો હતો તેના પેટે આપવાના છે. ત્યાર બાદ પીયુષ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના પેટે હું અશોકભાઇ માલ લઇ ગયેલો છુ તેનો બીલ નંબર વી.એમ.૯ પેટે રૂ. ૫,૮૭,૯૬૯૬૨ રૂપિયા પુરા મારે આપવાના છે. ત્યાર બાદ ચામુંડા એન્ટરપ્રાઇઝમાં મારુ બીલ નં. ૪૪૫ અને ૬૩ ના પૈસા માટે ભવાની એન્ટરપ્રાઇઝમાં લેઝર મુજબ આપવાના છે. ત્યાર બાદ આ બધી રકમની જવાબદારી હું અશોકભાઈ જેઠાભાઈ ધુંવા અને મારો પુત્ર જતીન અશોકભાઇ ધુંવા બધા પૈસાની જવાબદારી લઇએ છીએ અમને એક પણ વસ્તુની જોરજબરજસ્તી કરવામાં આવી નથી અમે માલ લી ધો છે તેના પૈસા અમે ચુકવ્યા નથી એટલે અમને આ પગલુ ભર્યું છે ” મતલબનુ જણાય છે.


(૨) ઓપો કંપની બ્લ્યુ જેવા કલરનો મોબાઇલ ફોન કે જે મારા ભાભી તથા ભત્રીજી ઘર માટે વપરાશ કરતા હતા  તે છે જેઓ મો.નં. ૯૬૮૭૨ ૮૯૦૩૧, ૯૬૬૪૭ ૦૯૮૯૦૦૯૮૯૦ના વપરાશ કરતા હતા. જે મોબાઇલ ફોનમાં પણ કો ઇ પાસવર્ડ ન હોય તેમાં વોટસએપ ખોલી જોતા જેમાં ભાઇ ( મો. નં.૯૫૧૦૯ ૬૫૧૪૮૯) થી સેવ કરેલ વ્યકિતનાઓ ને મારા ભાભીના મોબાઇલ ફોનમાં વોટસએપના માધ્યમથી ગઇકાલે કલાક ૧૦/૪૯, ૧૦/૪૯,૧૦/૪૯ વાગે કુલ ૩ વિ ડીયો કલીપ મોકલેલ છે જેમાં પણ કુલ ૪ વ્યકિતઓ દ્વારા મારા ભાઇને ધમકાવતા તથા મારતા હોવાનુ તથા નોટમાં કંઇક લખાવી તેના કાગળો તેઓ લઇ લેતા હોવાનુ જણાય છે. જેઓ મારા ભાઇ પાસે પૈસાની કડક ઉઘરાણી કરતા હોવાનુ મારુ માનવુ છે. આ ઉપરાંત ભાઈ નામના વ્યકિતએ વોટસએપ મેસેજથી કલાક ૧૦/૫૭ વાગે (1) Vishal Jadeja Darbar vm metal vra e badjabri Kari Paisa leva mate tenathiame Loko herantai c hi, કલાક ૧૦/૫૭ વાગે (2)Tene amnekhubherankaryatenathiamemari jai chi, કલાક ૧૦/૫૯ (3) Vishal pragdasamarpan sels corporation Vara pasethi 5530000 levanache pan 5mahina sudiapiyanai sudiapiyanai (4) Sorry 553000 (5) A nete bill cobhandkareche GST chorichori(6) Bill puratna j Paisa dev anahatadevanahata મુજબના મેસેજ કરેલ છે. ત્યાર બાદ એક સફેદ કાગળમાં બ્લ્યુ પેનથી ગુજરાતીમાં લખાણ વા ળો ફોટો ભાઇના નામની વ્યકિત દ્વારા મોકલેલ છે જે ફોટામાં રહેલ લખાણ જોતા ” અમારી પાસે ઘણા બધા માણસો પૈસા માટે હેરાન કરતા હતા તો તેનાથી વિશાલ દરબાર વી.એમ. મેટલ અમને હેરાન કરતા હોવાથી અમે દવા પી લઇએ છીએ વિશાલ પ્રાગડા સમરપન વારા પાસે ૫૫૩૦૦૦ માંગી છી તેને ૪ મહીનાથી આપીયા નથી. વિશાલ દરબાર મને માર અને તે બીલ કૌભંડ કરે છે ને ખોટા બીલના પૈસા હતા તે ખોટા તેને લેવા હતા અમારી પાસે કાંઇ માંગતો નથી તે થી દવા પી ને મરણ પામીએ છીએ. ”


(૩) વીવો કંપનીનો બ્લ્યુ જેવા કલરનો જુના જેવો મોબાઇલ ફોન કે મોબાઇલ ફોન મારો ભત્રીજો વપરાશ કરતો હોવાનુ મારી જાણમાં છે અને તેનો પાસવર્ડ હાલ મને યાદ નથી પરંતુ આ મોબાઇલ ફોન મારા ભત્રીજા જતીન વપરાશ ક
રતો હતો. અહિયા જગ્યા ઉપર ઝેરી દવાનુ ડબલુ, પ્લાસ્ટીકના ગ્લાસ તથા થમ્સઅપની બોટલ વિગેરે પડેલ છે તેની બાજુમાં એક બલ્યુ કલરની પેન પણ પડેલ છે. આ જગ્યાએ પડેલ સફેદ પ્લાસ્ટીકના જબલામાંથી અલગ અલગ કાગળો મળી આવે લ છે જે જોતા જેમાં મારા ભાઈ અશોકભાઈ ધુંવા તથા ભાભી લીલાબેન ધુંવા તથા મારા ભાઈ અશોકભાઇનુ ચુંટણી કાર્ડ તથા અશોકભાઇનુ પાનકાર્ડ તથા લીલાબેન ધુંવાનુ પાનકાર્ડ તથા લીલાબેનનુ ચુંટણીકાર્ડની નકલો છે. જેમાં અશોકભાઇ ના ચુંટણીકાર્ડની નકલની પાછળના ભાગે બ્લ્યુ પેનથી એક લખાણ લખેલ છે જેમાં જોતા અમારી પાસે ઘણા બધા માણ સો પૈસા માટે હેરાન કરતા હતા તો તેનાથી વિશાલ દરબાર વી.એમ. મેટલ અમને હેરાન કરતા હોવાથી અમે દવા પી લ ઇએ છીએ વિશાલ પ્રાગડા સમરપન વારા પાસે ૫૫૩૦૦૦ માંગી છી તેને ૪ મહીનાથી આપીયા નથી. વિશાલ દરબાર મને મારયો અને તે બીલ કૌભંડ કરે છે ને ખોટા બીલના પૈસા હતા તે ખોટા તેને લેવા હતા અમારી પાસે કાંઇ માંગતો ન થી તેથી દવા પી ને મરણ પામીએ છીએ.” મતલબેનુ લખાણ ગુજરાતી ભાષામાં લખેલ છે. જે જોતા તે મરતી વખતે સ્યુસાઇડ નોટ લખેલ હોવાનુ જણાય છે.


આમ મારા ભાઇ પાસે ધણા બધા લોકો પૈસા માંગતા હોય જેમાં આ સ્યુસાઇડ નોટમા લખેલ તે તથા મોબાઇલ માં થી મળી આવેલ વિડીયો કલીપ મેસેજો આધારે જોતા વિશાલ જાડેજા દરબાર વી.એમ.મેટલ વાળા દ્વારા કડક પૈસાની ઉઘ રાણી કરી તથા વિશાલ પ્રાગડા સમરપન સેલ્સ નાઓ દ્વારા ટાઇમસર પૈસા નહી આપતા મારા ભાઇ દ્વારા તેના દેવાના પૈસા ટાઇમસર ચુકવી નહી શકતા તથા કલીપમાં જણાતા લોકો દ્વારા મારા ભાઈને માર મારી ધમકાવી કડક પૈસાની ઉઘ રાણી કરી બળજબરીથી લખાણ કરાવી તે તથા તપાસમાં નીકળે તે તમામ દ્વારા મારા ભાઇ પાસે પૈસાની કડક ઉઘરાણી કરી, માર મારી મારા ભાઈ અશોકભાઈ ધુંવા તથા ભાભી લીલાબેન ધુંવા તથા ભત્રીજા જતીન ધુંવા તથા ભત્રીજી કિંજલ ધુંવાનાઓને એકીસાથે જીવન ટુંકાવી દેવા સુધી મજબુર કરી દેતા મારા ભાઈ, ભાભી, ભત્રીજા ભત્રીજીએ આ બધાના શા રીરિક તથા માનસિક ત્રાસથી મોજે ધારાગઢ ફાટક પાસે રોડની સાઈડમાં પડતર જગ્યામા ગઇ તારીખ ૧૦/૦૭/૨૦૨૪ ના કલાક ૧૮/૦૦ વાગ્યા પહેલા કોઇ પણ સમય દરમ્યાન એકીસાથે ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરી લીધેલ હોવાનુ તે ઓની સ્યુસાઇડ નોટ તથા મોબાઇલ ફોનમાંથી જણાઈ આવેલ હકિકત મુજબ જણાતુ હોય જેથી મારી આ વિશાલ જાડેજા દરબાર વી.એમ.મેટલ વાળા તથા વિશાલ પ્રાગડા તથા કલીપમાં જણાતા લોકો તથા તપાસમાં નીકળે તે તમામ વિરૂધ્ધ કડ કમાં કડક કાયદેસરની કાર્યવાહી થવા સારુ મારી ફરીયાદ છે. મારા પુરાવા જગ્યા પરથી મળી આવેલ સ્યુસાઇડ નોટસ, મો બાઇલ ફોનમાં રહેલ મટીરીયલ તથા અન્ય તપાસ દરમ્યાન જણાઇ આવે તે વિગેરે છે. એટલી મારી ફરીયાદ હકિકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here