દ્વારકા: પુત્રીને બચાવવા જતા માતાએ જીવ ગુમાવ્યો

0
487

જામનગર: ઓખા-દ્વારકા ધોરી માર્ગ પર ગંભીર ઘટનામાં પુત્રીની નજર સામે માતાનું મૃત્યુ નીપજ્યું છે. ચાલુ રીક્ષામાં માતાની સાથે બેઠેલ પુત્રીને જોકું આવતા નીચે પડવાની તૈયારીમાં હતી ત્યાં જ માતાની નજર પડી અને  તેણીને બચાવવા કુદી પડ્યા હતા. જેમાં બંને રીક્ષા નીચે પડી ગયા હતા. બંને ઈજાગ્રસ્ત થતા માસુમ પુત્રીને બચાવવા ગયેલ માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા નજીક વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં ગઈ કાલે બપોર બાદ સાંજે ચારેક વાગ્યે દ્વારકા ઓખા હાઇવે રોડ મકનપુર ગામ વાછરાદાદાના મંદીર પાસેથી એક રીક્ષા પસાર થઇ રહી હતી આ રીક્ષામાં સવાર સુરજકરાડી ગામે રહેતા હંસાબેન રમેશભાઈ મારું અને તેની પુત્રી કુંજનબેન પણ બેઠા હતા.  અન્ય મુસાફરો સાથે સુરજકરાડીથી વરવાળા ગામે માતા પુત્રી આવતા હતા ત્યારે મકનપુર ગામ નજીક પુત્રી કુંજનબેનને જોકું આવી જતા નીચે પડવાની તૈયારીમાં હતી ત્યાં માતા હંસાબેનની નજર પુત્રી પર પડી હતી. પુત્રી નીચે પડે તે પૂર્વે માતાએ પણ પુત્રીને બચાવવા કુદકો લગાવ્યો હતો. જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોચી હતી. દરમિયાન બંનેને દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  માતા હંસાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે પ્રાથમિક સારવાર આપી પુત્રી કુંજનને ખંભાલીયા ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here