આજે જામ રાજવી શત્રુસેલ્યજીનો જન્મ દિવસ, કેવી છે જામ સાહેબની રાજકુમાર, ક્રિકેટર, રાજવી તરીકેની જીવનશૈલી

0
572

જામનગર: કુશળ વહીવટકર્તા, તીક્ષ્ણ બુદ્ધિજીવી, પ્રજા વાત્સલ્ય, જીવદયા પ્રેમી અને ધર્મ ઉપાસક એવા જામ રાજવી પરિવારના જામ શત્રુશલ્યજીનો આજે જન્મ દિવસ છે. જામ સાહેબના બાળપણથી માંડી વિદેશ અભ્યાસ, ક્રિકેટ અને કુશળ વહીવટકર્તા સહિતના જાણ્યા અજાણ્યા પાસાઓને આજે યાદ કરીએ. હાલ તેઓ નાંદુરસ્ત રહે છે પ્રભુ જામ સાહેબને નીરોગી બનાવી, લાંબુ આયુષ્ય આપે એમ સમગ્ર જીલ્લાવાસીઓ પ્રાર્થના-દુવાઓ કરી રહ્યા છે.

૨૦મી ફેબ્રુઆરી ૧૯૩૯માં નવાનગર સ્ટેટ પરિવારમાં જન્મેલા જામ સાહેબ શત્રુસેલ્યજીનો આજે ૮૫મો જન્મ દિવસ છે. બાળપણથી કિશોરાવસ્થાના વર્ષો નવાનગરમાં પસાર થયા જયારે તેઓએ ઉચ્ચ શિક્ષણ ઇંગ્લેન્ડની માલવર્ન કોલેજમાં લીધું છે. કોલેજકાળથી જ તેઓનું વારસાઈ ક્રિકેટર કૌશલ્ય વિકસ્યું હતું. વર્ષ ૧૯૫૭-૫૮માં ફર્સ્ટ ઈલેવનમાં ઓફ બ્રેક સ્પીન બોલર તરીકે ૧૫.૧૧ની સરેરાસથી ૪૨ વિકેટ અને ૨૩.૭૧ની સરેરાસથી ૧૬૬ રન ફટકાર્યા હતા. નવાનગરના ૨૧માં જામ રાજવી જામસાહેબ સૌરાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા છે. વર્ષ ૧૯૬૭માં તેઓ ઇન્ડીયન સ્ટારલેટ્સ ખેલાડીઓમાં સ્થાન પામ્યા, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જામ સાહેબના યોગદાનની વાત કરીએ તો ૨૯ મેચમાં ૨૨.૫૭ની બેટિંગ સરેરાસ સાથે ૧૦૬૧ રન કર્યા, જેમાં એક સતક અને પાંચ અર્ધ સતકનો સમાવેશ થાય છે. તેઓનો સર્વાધિક સ્કોર અણનમ ૧૬૪ રન રહ્યો છે. બોલિંગની વાત કરવામાં આવે તો ૨૬૭૪ બોલમાં ૩૬ વિકેટ ઝડપી છે. બોલર તરીકે સર્વાધિક પ્રદર્શનની વાત કરીએ તો તેઓએ ૧૦૪ રન આપી ચાર વિકેટ ઝડપી છે. જયારે ફિલ્ડર તરીકે ૧૫ કેચ પકડ્યા હતા. વર્ષ ૧૯૭૨ સુધી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશનના હેડ તરીકે જોડાયેલ રહ્યા,

શત્રુશલ્યસિંહજી જામ સાહેબે નેપાળી રાજ પરિવારની કુંવરી સાથે લગ્ન કર્યા, અને ફેબ્રુઆરી ૧૯૬૬માં તેમના પિતાના અવસાન બાદ તેઓને નવાનગરના મહારાજા જામ સાહેબનું બિરુદ પ્રાપ્ત થયું, વર્ષ ૧૯૭૧માં ભારતીય બંધારણમાં થયેલ ૨૬માં સુધારા પ્રમાણે રજવાડાઓના હક્કો નાબુદ કરાયા ત્યારે તેઓ હીઝ હાઈનેસ જામ સાહેબ શત્રુશલ્યસિંહજી બન્યા હતા. પશુપ્રેમી જામ સાહેબે તેઓના નિવાસ સ્થળની સામે પેલેસ સ્થળ પર ૪૫ એકર જમીન વાઇલ લાઈફ રિજર્વ રાખી, ૮૦૦૦ પાલતું પશુ-પ્રાણીઓનું લાલન પાલન કરી રહ્યા છે. હાલ તેઓની તબિયત નાંદુરસ્ત રહે છે. વર્તમાન સમયમાં તેઓ જામનગરના પાયલોટ બંગલા ખાતે જીવન પસાર કરી રહ્યા છે. આજે પણ તેઓની તબિયત નાન્દુરસ્ત હોવાથી તેઓના ઘરે શુભેચ્છાઓ આપવા આવતા નગરજનોને નામ લખવી વધારે સમય ન બગાડવા અપીલ કરી સાથે દિલગીરી વ્યક્ત કરી છે. (વિકિપીડિયા પરથી મળેલ વાગતોનું સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here