જામનગર મહાનગરનું બજેટ : તમામ શાખાઓમાં કેવા કેવા કામ કરાશે? જાણો

0
646

જામનગર મહાનગર પાલીકાના સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરાએ આજે જનરલ બોર્ડની બેઠકમાં રજૂ કર્યું, સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા  વર્ષ ૨૦૨૩-૨૪ નું રીવાઇઝડ અંદાજપત્ર તથા વર્ષ ૨૦૨૪-૨૫ નું આવક અને ખર્ચનું અંદાજ પત્ર કમિશ્નર દ્વારા તા. ૨-૧-૨૦૨૪ ના સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ કરેલ અને વાંચન કરેલ, ચેરમેને જનરલ બોર્ડમાં જણાવ્યું કે, સ્ટે. કમિટીની મળેલ તા. ૮-૨-૨૦૨૪ ની મીટીંગમાં આગામી વર્ષમાં કર દરમાં કોઇપણ જાતના વધારા વિના અંદાજપત્ર મંજુર કરવા સર્વાનુમતે ભલામણ કરીને આ ગૃહ સમક્ષ રજુ કરતા હું ગર્વની લાગણી અનુભવુ છું. સૌ સભ્યોને આ બજેટ સર્વાનુમતે મંજુર કરવા નિવેદન છે. 

ઉઘડતી પુરાંત : રૂા. ૩૬૫.૧૬ કરોડ
વર્ષ દરમ્યાન અંદાજીત આવક : રૂા. ૧૧૮૭.૪૦ કરોડ
•કુલ : રૂા. ૧૫૫૨.૫૯ કરોડ
•વર્ષ દરમ્યાન અંદાજીત ખર્ચ : ३ ૧૩૬८.૭૦ કરોડ
બંધ પુરાંત : ૧૮૩.૮૬ કરોડ

૨૦૨૩-૨૪ ના વર્ષ માટે મંજુર કરવામાં આવેલ મુળ આવક અને રીવાઇઝડ આવક તેમજ મુળ ખર્ચ
અને રીવાઇઝડ ખર્ચ જે થવા જાય છે. તે અંગે રીવાઇઝડ અંદાજો અને તેના કારણો વહીવટી તંત્ર ધ્વારા બજેટ નોંધમાં વિગતવાર જણાવવામાં આવેલ છે તે મુજબ વર્ષ ૨૦૨૩-૨૪ ના સુધારેલા અંદાજપત્રમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ મહાનગરપાલિકાની આવક અને ખર્ચ રીવાઈઝ અંદાજપત્રમાં જણાવવામાં આવેલ છે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજ પત્રમાં કરદર અને ચાર્જીસમાં, કોઇપણ જાતનો વધારો કરવામાં આવેલ નથી યથાવત રાખવામાં આવેલ છે.

હાઉસ ટેક્સ શાખા

• બાકી લહેણાઓ અંગે વ્યાજ માફી યોજના :

૨૦૦૬ પહેલાની હાઉસ ટેક્સ તથા વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૧૦૦% વ્યાજ માફી અને ૨૦૦૬ પછીની હાઉસ ટેક્સ તથા વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૫૦% વ્યાજ રાહત યોજનાની મુદત વધુ એક વર્ષ માટે લંબાવવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્તમાં સ્ટેન્ડીંગ કમિટીએ સુધારો સુચવી ૨૦૦૬ પહેલા રેન્ટબેઇઝ મુજબના મિલ્કત વેરા તેમજ ૨૦૦૬ પછીના ક્ષેત્રફળ આધારીત પ્રોપર્ટી ટેક્સની બાડી રોકાતી રકમો એકી સાથે ભરપાઇ કરી આપે તેવા આસામીઓને ૧૦૦% વ્યાજ માફી તેમજ વોટર ચાર્જની બાકી રોકાતી તમામ રકમ ઉપર ૧૦૦% વ્યાજ માફી, વ્યવસાય વેરાની બાકી રોકાતી તમામ રકમ ઉપર ૧૦૦% વ્યાજ માફી તેમજ વધુમાં બાડી રકમ ઉપર હપ્તામાં જે રકમ ભરે તેના પ્રોરેટા મુજબ વ્યાજ રાહત આપવા ભલામણ કરવામાં આવેલ છે અને તા. ૧૫-૦૨-૨૦૨૪ થી તા. ૩૧-૦૩-૨૦૨૪ સુધી જનરલ બોર્ડ મંજુરીની અપેક્ષાએ આ યોજનાં ચાલુ કરવામાં આવેલ છે. દરેક સભ્ઓને વિનંતી છે કે, તેઓના વોર્ડના બાકી રહેતા લ્હેણા અંગે તેઓના વોર્ડના મિલ્કતધારકોને આ યોજનાની વિસ્તૃત જાણકારી આપે જેથી વ્યાજ માફી યોજનાનો લાભ સબંધીત મિલ્કતધારકો લઇ શકે.

આ ઉપરાંત એનટી-૬ કેટેગરીમાં આવતી ધાર્મિક જગ્યાઓમાં માત્ર ધાર્મિક હેતુ માટે વપરાશમાં આવતી મિલ્કતોને જે જનરલ ટેક્સમાંથી માફી આપવામાં આવે છે. જેની સામે અન્ય ટેક્સો જેવા કે,કન્ઝવન્સી એન્ડ સુઅરેજ ટેક્સ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ / ગ્રીનરી ચાર્જ આવી મિલ્કતોમાં લાગુ પડતા હોય, તે પણ માફી આપવા ભલામણ કરવામાં આવેલ છે. વધુમાં, આવી મિલ્કતોના પાછલા આવા ટેક્સો અને તેની ઉપરનું ચડત વ્યાજ પણ જરૂરી આધારો અને સ્થળ તપાસના રીપોર્ટોને આધારે માંડવાળ કરવાની સત્તા કમિશ્નરશ્રીને આપવા ભલામણ કરવામાં આવેલ છે. તેમજ ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલ્કત વેરામાંથી મુકિત આપવા ભલામણ કરવામાં આવે છે. વધુમાં, મહાનગરપાલિકાની હદ વધતા નવા ભળેલા વિસ્તારોમાં મંજુર થયેલ લે-આઉટ મુજબ નવા બાંધકામો અન્વયેના હાઉસ ટેક્સ / વોટર ચાર્જીસના બિલો સમયસર બજાવવા અંગે વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવે છે.* એડવાન્સ ટેક્સ અન્વયે રીબેટનો લાભ લેતા આસામીઓને વિનામુલ્યે ડસ્ટબીન આપવા અંગે ધોરણસરની પ્રક્રિયા કરી કાર્યવાહી હાથ ધરવા વહીવટી તંત્રને સુચના આપવામાં આવે છે.

• સોલાર અને સોલાર રૂફ ટોપ એનર્જી સિસ્ટમ અન્વયે અત્યાર સુધી રહેણાંકમાં ૫% રીબેટ આપવાનું મંજુર કરવામાં આવેલ. જે આગામી વર્ષથી ગ્રીન એનર્જીને પ્રોત્સાહન સ્વરૂપે રહેણાંક ઉપરાંત બિનરહેણાંક મકાનોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઈન્સ્ટોલ કરવામા આવે તેઓને મિલ્કત વેરામાં એક વખત હાઉસ ટેક્સના ધોરણે ૫% રીબેટ ટેક્સમાં આપવા મંજૂર કરવા ભલામણ કરવામાં આવેલ છે. •ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ફોરેસ્ટ ઓફીસ તથા ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી સુધી ૭૦૦ એમ.એમ. ડીઆઈ મુખ્ય પાઈપ લાઈન રૂા. ૨૯.૮૨ કરોડના ખર્ચે કરવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. નવી વધારાની પાઈપ લાઈન નાંખવાથી તમામ ઝોનમાં સમયસર પાણી વિતરણ થઈ શકશે તથા બેડી અને નેવી વિસ્તારને પુરતુ પાણી આપી શકાશે.

• શહેરના જુદા જુદા બાકી રહેલ તથા નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારોમાં ૧૦૦ એમ.એમ. થી ૫૦૦ એમ.એમ. ડાયાની ડી.આઈ. પાઈપ લાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિથ રોડ સફેસીંગના કામ રૂા. ૨૩.૮૪ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. આ પાઇપ લાઇનના કામો પૂર્ણ થયેથી પાણી વિતરણમાં થતા પ્રશ્નો નિવારી શકાશે.

•ઉંડ-૧ ડેમ ખાતે ઇન્ટેક વેલ તથા પમ્પીંગ મશીનરી તેમજ ઇલેક્ટ્રો મીકેનીકલના કામ રૂા. ૧૦.૯૧ કરોડના ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જુના જર્જરીત ઇન્ટેક વેલને બદલે નવો ઇન્ટેક વેલ બનવાથી વધુ પમ્પીંગ મશીનરીનો સમાવેશ કરી વધુ પાણી પમ્પીંગ કરી શકાશે. **શંકર ટેકરી તથા સમર્પણ ઇ.એસ.આર. ખાતે જુના જર્જરીત સમ્પ ડીસ્મેન્ટલ કરી નવા સમ્પ, પંપ હાઉસ તથા કલોરીન રૂમ સહિતનું કેમ્પસ ડેવલોપમેન્ટ કરવાનું કામ રૂા. ૪ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

:પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ શાખા

• સમર્પણ જંકશન સર્કલ પાસે રૂા. ૬૫ કરોડના ખર્ચે તથા ઠેબા ચોકડી પાસે રૂા. ૬૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજ બનાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રંગમતી-નાગમતી નદી મુળ પહોળાઈ મુજબની હાલે રહેલ નથી અને ગેરકાયદેસર રીતે નદી બુરવાની કાર્યવાહી ચાલુ હોય તે તાત્કાલીક અસરથી બંપ કરાવવી તેમજ નદીની મુળ ઓળખ જળવાઇ રહે તે મુજબ રીવફ્રન્ટ બનાવવા અંગે કુલ રૂા. ૬૦૦ કરોડના પ્રોજેક્ટ અન્વયે પ્રતિ વર્ષ રકમની ફાળવણી મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી નદીમાં ઠલવાતા ગંદા પાણીનું શુધ્ધિકરણ સહિત નદીને ચેનલાઈઝ કરી પાણીના ફલોને રેગ્યુલાઇઝ કરવામાં આવશે.

* વોર્ડ નં.પ માં પાયલોટ બંગલાથી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના રસ્તાને આશરે ૨ કી.મી. લંબાઇના માર્ગને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવાનું કામ રૂા. ૧૫.૨૨ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. આ ઉપરાંત (૧) પાયલોટ બંગલાથી જીલ્લા કલેક્ટર ઓફીસ સુધી (૨) સાત રસ્તા સર્કલથી સુમેર ક્લર રોડ (૩) પવનચકડીથી ગ્રીન સીટી (૪) ગ્રીન સીટીથી લાલપુર બાયપાસ વિ. ગૌરવપથ તરીકે ડેવલોપ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.* પી.એમ. ઈ-બસ સેવાની ગાઈડલાઈન મુજબ જામનગર શહેરનો સમાવેશ થયેલ હોય, તે મુજબ જામનગર શહેરને જે ઇલેક્ટ્રીક બસો ફાળવવામાં આવનાર છે તેમજ શહેરમાં ઇલેક્ટ્રીક બસો અને આ બસના ચાર્જીંગ સ્ટેશન, બસ ડેપો માટે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે ફાયનલ પ્લોટ નં. ૮૭ માં સોલાર સીસ્ટમ સાથે અદ્યતન કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.. * શહેરમાં કોન્ટ્રીબ્યુશન લેન્ડ તરીકે મળેલ જગ્યામાં મલ્ટીપર્પઝ ઓડીટોરીયમ બનાવવા અંગે પ્લાનીંગ અને ડીપીઆર તૈયાર કરવામાં આવેલ છે. જે અન્વયે અંદાજીત ખર્ચ રૂા. ૧૫ કરોડ થવા જશે. જે આગામી સમયમાં આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.. *કાલાવડ રોડ તથા લાલપુર રોડ ઉપર બે નવા ફાયર સ્ટેશનો બનાવવા અંગેના કામનું રૂા. ૬ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે..*શહેરની હદ વધારાને ધ્યાને લેતા ખંભાળીયા રોડ તથા લાલપુર રોડ ખાતે બે નવા સીવીક સેન્ટર બનાવવા અંગેના કામનું રૂા. ૪ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. * શહેરની રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ ખુબ જ જર્જરીત થઇ ગયેલ હોય, તેની જગ્યાએ મલ્ટી સ્ટોરેજ શાક માર્કેટ / પે એન્ડ પાર્ક બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

* શહેરમાં અલગ-અલગ વોર્ડમાં નિચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે. તેના નિકાલ માટે અને કાયમી ઉકેલ માટે કન્સ્લટન્ટની નિમણુંક કરવામાં આવેલ હોય, જે તાત્કાલીક ડીપીઆર તૈયાર કરાવી વરસાદી પાણીના નિકાલ અંગેની આનુસંગીક કામગીરી તાત્કાલીક હાથ પરવા સુચના આપવામાં આવે છે. તેમજ જે જે નવા લે-આઉટો મંજુર કરવામાં આવે તેવા વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી અને જુના વોકળા ખુલ્લા રાખવાના રહેશે.

• જામનગર શહેરમાં હાલે ૩ (ત્રણ) કેટલ પોન્ડ (ઢોર ડબ્બો) હૈયાત છે. તેમાં વધારાના ૨ (બે) કેટલ પોન્ડ (ઢોર ડબ્બો) જુદી જુદી જગ્યાએ બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. :• વિશાલ હોટલ પાછળ અંદાજે ૨૨,૦૦૦ ચો.મી. જગ્યામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી આધુનીક સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલોપ કરવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. **હાપા વિસ્તારમાં ફાયનલ પ્લોટ નં. 62 વાળી જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલોપ કરવાનું કામ રૂા. ૫ કરોડના ખર્ચે તથા મહાનગરનપાલિકાને મળેલ રીઝર્વ પ્લોટ પૈકી રમત-ગમતના હેતુ માટેના પ્લોટની પસંદગી કરી ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવા અંગેનું આયોજન હાથ કરવામાં આવેલ છે., જામનગર શહેર માટે કુલ ૨ બે સ્મશાન કાર્યરત છે, ત્રીજા સ્મશાન માટે લાલપુર રોડ ઉપર બનાવવા અંગેની કામગીરી તાત્કાલીક હાથ ધરવામાં આવશે.

* જામનગર શહેરના બેડી મરીન પોલીસ ચોકી થી વાલસુરા નેવી થઈ રોઝી / બેડી પોર્ટ સુધીના દરિયાઈ * વિસ્તારમાં જતા રોડને ‘નેકલેસ રોડ’ તરીકે ડેવલપ કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જામનગર શહેમાં ૭૮-૭૯ એમ બન્ને વિધાનસભા મત વિસ્તારમાં ૧-૧ એમ કુલ બે ડીઝીટલ લાઈબ્રેરી તથા યોગ સ્ટુડીયો બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. સદરહું કામોના ડી.પી.આર. બનેલ છે અને ડ્રાફટ ટેન્ડર પેપરની કાર્યવાહી ચાલુ છે.

* શહેરમાં નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાના સામાજીક કાર્યો સારી રીતે કરી શકે તે માટે ખુલ્લા પ્લોટો પૈકી પસંદગી કરી અને પાર્ટી પ્લોટ તરીકે વિકસાવવા માટેના કામનું આયોજન કરવામાં આવેલ છે.

* નાના બાળકોના મનોરંજન, આનંદપ્રમોદ માટે નાની રાઈડ સહિત મીની એમ્યુઝમેન્ટ પાર્ક પી.પી.પી. ધોરણે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

• મહાનગરપાલિકાને સંપ્રાપ્ત થયેલ ખુલ્લા પ્લોટો અન્વયે જગ્યા પસંદ કરી સવારના સમયે શાકભાજી વેચાણ માટે, ત્યારબાદ ગુજરી બજાર અને રાત્રીના સમયે રાત્રી બજાર એક જ જગ્યાએ થઇ શકે તેવી વ્યવસ્થાનું આયોજન.

* જામનગર શહેરમાં સીનીયર સીટીઝન માટે હાલે એક દાદા-દાદી ગાર્ડન ઉપલબ્ધ છે, શહેરમાં જગ્યાને ઉપલબ્ધિને આધિન નવા ત્રણ દાદા-દાદી ગાર્ડન વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

* આગવી ઓળખ : માંડવી ટાવર રેસ્ટોરેશન કન્ઝર્વેશન કરવાનું કામ ડી.પી.આર. સ્ટેજે હોય, રૂા. ૨ કરોડના ખર્ચે રેસ્ટોરર્શન કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

• અમૃત સરોવર: રણમલ તળાવ ફેઈઝ-૨ અન્વયે એન્વાયરમેન્ટ થીમ બેઈઝ રાજ્ય સરકારની અમૃત યોજના હેઠળ અંદાજીત રૂા. ૩૫ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. સમગ્ર રાજયમાં પર્યાવરણ થીમ ઉપર જામનગર મોખરે છે.

સીવીલ શાખા: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા તથા શહેરી સડક યોજનાની ગ્રાંટ અન્વયે કુલ-૪૪ કામોનું રૂા. ૪૩.૮૩ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

• સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત લોકભાગીદારીની સ્કીમ અન્વયે વોર્ડ નં.૧ થી ૧૬ માં જુદી જુદી જગ્યાએ સી.સી. રોડ / પેવર બ્લોકના કામોનું રૂા. ૩૨ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

•આરએન્ડબી હસ્તકની ધારાસભ્યની ૧૦૦% સ્પેશ્યલ ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોકના કામોનું રૂા. ૪ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. •જીલ્લા આયોજન મંડળ હસ્તકની ધારાસભ્યની ૧૦%, ૨૦% તથા ૧૦૦% ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોક, કોમ્યુનીટી હોલ, નાવણી તથા આર.સી.સી. બેન્ચીઝના કામોનું રૂા. ૩ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

• આરએન્ડબી હસ્તકની માન. ધારાસભ્યની ૧૦૦% સ્પેશ્યલ ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોક, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલના કામોનું રૂા. ૧.૨૫ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

•શહેરના પાંચેય ઝોનને આવરી લઈને આંગણવાડી કેન્દ્ર (નંદઘર) અલગ-અલગ વિસ્તારોમાં ૫૩ નંદઘર બનાવવા અંગેના કામનું રૂા. ૬.૩૬ કરોડના ખર્ચે આયોજન હાથ કરવામાં આવેલ છે.

• સ્માર્ટ સ્કુલ અને સ્માર્ટ આંગણવાડી બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

ગાર્ડન શાખા : અમૃત ૨.૦ યોજના અંતર્ગત ગાર્ડન રીઝર્વ પ્લોટ (૧) જામનગર રાજકોટ હાઇવે હોન્ડા શોરૂમ પાસે (૨) મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા માતાજી મંદિર પાસે (૩) સોનલનગર વિ. ત્રણ જગ્યાએ ગ્રીન સ્પેશ એન્ડ પાર્ક પ્રોજેકટ અન્વયે રૂા. ૨.૮૫ કરોડના ખર્ચે કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે.

સ્લમ શાખા : અંધાશ્રમ પાસે આવેલ ૧૪૦૪ આવાસનું ડીમોલેશન કરી સરકારની નકકી થયેલ નીતી મુજબ જનભાગીદારીના ધોરણે રીડેવલોપમેન્ટ કરી ઇડબલ્યુએસ-૧ પ્રકારના ૧૪૨૦ આવાસો બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

ફાયર શાખા : સ્ટે. કમિટી બજેટ ચર્ચા દરમ્યાન કુદરતી આફત કે ઇમરજન્સીના સમયે રેસ્ક્યુ ઓપરેશન માટે સાધન સામગ્રીઓ અન્વયે સ્લેબ કટર અને અન્ય મશીનરી માટે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે વસાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

સોલીડ વેસ્ટ શાખા : જે તે સોસાયટી દ્વારા પ્રાઈવેટ ધોરણે સફાઈ કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારની ગ્રાંટની રકમ ફાળવવામાં આવે છે. તે સફાઈ કામદાર દીઠ રૂા. ૬૦૦૦/- ગ્રાંટની રકમ ફાળવવામાં આવશે. તે સોસાયટીઓને એક વ્હીલબરોઝ ફાળવવાનું રહેશે. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ૨.૦ અન્વયે સોલીડ વેસ્ટ શાખા હસ્તક લેન્ડ ફીલ સાઇટ માટે રૂા. ૪.૪૨ કરોડ, કમ્પોસ્ટ પ્લાન્ટ માટે રૂા. ૮.૦૫ કરોડ, બાયોગેસ પ્લાન્ટ માટે રૂા. ૨૧.૫૦ કરોડ, રોડ સ્વીપર મશીન માટે રૂા. ૩.૩૦ કરોડ, ડેડ એનીમલના સાઇન્ટીફીક નિકાલ માટે રૂા. ૪ કરોડ અંગે તેમજ રખડતા કુતરાઓ અંગે એનીમલ બર્થ કન્ટ્રોલ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટી, સ્ટરીલાઈઝેશન તથા વેકશીનેશન માટે રૂા. ૭.૭૦ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

ટી.પી.ડી.પી. શાખા : આગામી વર્ષમાં કુલ ૧૩ ટી.પી. સ્કીમના અમલીકરણનું આયોજન કરવામાં આવેલ છે. •• પંચવટીથી બાપા સિતારામની મઢુલી સુધીના રસ્તા ઉપર વાહનોની ગીચતાના હિસાબે ટ્રાફીક જામ થતો હોય. આ રોડ ઉપર ડી.પી. અમલીકરણ કરવા ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવે છે.

લાઈટ શાખા : શહેરના અલગ-અલગ માર્ગોને સેન્ટ્રલ લાઇટીંગ અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
•મહાનગરપાલિકાની પાવર જરૂરીયાત અન્વયે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન રૂપે આગામી સાલે વધુ ૫ મેગા વોટ પાવરને મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં (૧) હાપા અને બેડેશ્વર શેલ્ટર હોમ ખાતે ૪૦ KW (૨) શંકર ટેકરી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૩૦૦ KW (૩) પમ્પ હાઉસ ખાતે ૨૦૦ KW (૪) સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૩૦૦ KW (૫) મ્યુનિ. ટાઉનહોલ તથા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે ૧૦૦ KW (6) મ્યુનિ. બિલ્ડીંગ ખાતે ૯૦ KW (૭) હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના ફાઈનલ પ્લોટ નંબર ૮૭ ખાતે ૨૫૦૦ KW (૮) ત્રણ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે ૧૫૦૦ KW ખાતે ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના અલગ-અલગ ગાર્ડનોમાં જરૂરીયાત મુજબ સોલાર ટ્રી લગાડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો ઉપયોગથી મહાનગરપાલિકાના ગાર્ડનોના વીજ બીલ “ઝીરો” થશે.

ભુગર્ભ ગટર શાખા : ગંદા વપરાશી પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અન્વયે નવાગામ ઘેડ સ્થિત એસટીપી પ્લાન્ટથી સીકકા ખાવડી સુધી પાઈપ લાઈન, સ્ટોરેજ સમ્ય તથા પમ્પીંગ સ્ટેશન બનાવવા અંગેનું આયોજન તેમજ નવા ભળેલા વિસ્તારો પૈઠી બાકી રહેતા વિસ્તારો કે જેમાં ભુગર્ભ ગટર કાર્યરત નથી ત્યાં ભુગર્ભ ગટર નેટવર્ક બનાવવાનું કામ તથા સલગ્ન પમ્પીંગ સ્ટેશન અને એસ.ટી.પી. પ્લાન્ટ બનાવવાનું કામ અંદાજીત રૂા. ૧૧૦ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે.

જનરલ :આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે સીટી બસમાં મુસાફરી કરનાર મહિલાઓને ફી મુસાફરી, શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત થાય તે માટે સીટીઝન મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે અને આ એપ્લીકેશનની સાથે ઓફીસર્સ મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં, શહેરીજનો અને મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓ રીયલ ટાઈમ સેવાઓની અરજી નિકાલ કરી શકશે – જોઈ શકશે અને ચકાસી શકશે. સાથો સાથ દરેક વોર્ડના એસ.આઈ., એસ.એસ.આઈ. તથા સફાઈ કામદારોની હાજરી અને કામગીરી માટે પણ ઉપરોક્ત એપ્લીકેશનમાં સમાવેશ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં કુલ ૯૧૯ કરોડના કામોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બજેટ : ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના ફાળાની રકમ રૂા. ૨૦ કરોડ અને શાળા ફર્નીચર, રીપેરીંગ, નળ-લાઇટ ફીટીંગ, ફાયર શેફટી સાધનો વિગેરે માટે રૂા. ૧.૦૫ કરોડ મળી કુલ રૂા. ૨૧.૦૫ કરોડ ફાળવવામાં આવશે.

 શ્રી વી.એમ. મહેતા મ્યુની. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બજેટ: ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે રૂા. ૧૫ લાખનો સમાવેશ કરવામાં આવેલ છે. સ્ટે. કમિટી બજેટ મીટીંગ દરમ્યાન સબંધીત બજેટ જોગવાઈની ચર્ચા-વિચારણા દરમ્યાન થયેલા સુચનોનો સમાવેશ કરવામાં આવેલ છે.

•વહીવટી તંત્ર દ્વારા તેનો અમલ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી , રાજયના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી તથા જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમ, જામનગરના ધારાસભ્ય અને આપણા સભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ તત્કાલીન ધારાસભ્ય . આર.સી. ફળદુ તથા તત્કાલીન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના આભારી છીએ કે, જામનગર મહાનગરપાલિકાને વિવિધ પ્રોજેકટો માટે અંગત લક્ષ દાખવી ગ્રાંટ ફાળવવામાં આવેલ છે વિવિધ કાર્ય માટે મેયર, ડે. મેયર, શાસક પક્ષ અને સાથી પક્ષ નેતા તથા દંડક, સ્ટેન્ડીંગ કમિટીના સભ્યઓ તેમજ તમામ કોર્પોરેટર મિત્રો અને કમિશ્નર તથા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓનો તેમજ શહેરની જનતાનો સાથ સહકાર મળતો જ રહેશે તેવો વિશ્વાસ છે.

•દરેક સભ્યને નમ્ર વિનંતી કે, સને ૨૦૨૩-૨૪ નું રીવાઇઝડ અંદાજપત્ર, સને ૨૦૨૪-૨૫ નું અંદાજપત્ર દરેક બાબતો અંગે પુખ્ત વિચારણા કરી આ બજેટ ગૃહ સમક્ષ રજુ કરૂ છું. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ અને વી. એમ. મહેતા કોલેજનું બજેટ સર્વાનુમતે મંજુર કરવા ગૃહ સમક્ષ ભલામણ સાથે રજુ કરૂ છું. જે આપણે સૌ સાથે મળીને તંદુરસ્ત ચર્ચા કોઇપણ જાતના વાદ વિવાદ વગર સર્વાનુમતે મંજુર કરીએ એવી લાગણી વ્યક્ત કરૂ છું.
દેશની સરહદો અને મા ભોમની રક્ષા કાજે જે જે સૈનિકો શહિદ થયેલ છે, તેઓની શહિદીને ભાવભરી વિરાંજલી આપીએ. તેમજ મહાનગરપાલિકા પરિવારમાંથી ચાલુ નોકરીએ અવશાન પામેલ કર્મચારીઓને પણ સાથ સાથે ભાવભરી શ્રધ્ધાંજલી આપીએ. લોકશાહીમાં તંદુરસ્ત આલોચના આવકારદાયક છે અને દિશાસુચન આવકાર દાયક છે.
•જામનગર શહેરના વિકાસ માટે સર્વે તમામ સભ્યોનો સાથ અને સહકાર જરૂરી છે. આપણે સૌ સાથે મળીને શહેરના વિકાસ માટે કટીબધ્ધ થઈએ. આ માટે સભ્યોની વ્યાજબી ટકોર મને ભુલ સુધારવામાં મદદરૂપ થશે માટે અર્થ સભર ચર્ચા માટે સભ્યયોને આમંત્રીત કરૂ છું. આ બજેટમાં જે કાંઈ ક્ષતી જણાય તે માટે મારી અંગત અને વ્યક્તિગત ક્ષતિ ગણી દરગુજર કરશો અને જે કંઈ સારૂ થાય તે આપણા સૌની સહયારી મહેનતથી થશે આથી બજેટ અન્વયે ચર્ચા અંગે સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ નિલેશ કગથરાએ ગૃહના સર્વે સભ્યોને વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here