દેવભૂમિ દ્વારકા: નામીચા શખ્સોએ આચરી હતી વેઢલાની લૂંટ, પોલીસે આંતરી લીધા આરોપીઓ

0
915

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામે થયેલ લુટ નો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે મુંબઈથી ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે, જ્યારે વધુ એક શખ્સની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે લૂંટમાં ગયેલ વેઢલા અને મોબાઈલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડતાલુકાના માનપર ગામે ગત તા. 30/1/2024ના રોજ એક મહિલાની એકલતાનો લાભ લઇ અજાણ્યો લૂંટારું શખ્સ મહિલાએ પહેરેલા સોનાના વેઢલા અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ બાબતે ભાણવડ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેને લઈને રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ એલસીબીની લૂંટના ભેદ ઉકેલવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેના આધારે એલ.સી.બી.ના પીઆઇ કે.કે.ગોહિલએ સ્થળ વિઝીટ કરી ગુનો શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધર્યું હતું. ઇન્ચાર્જ પીઆઇ પી.સી.શિંગરખીયા નાઓ સહિત પીએસઆઇબી.એમ.દેવમુરારી તથા પીએસઆઇ એ.એલ.બારસીયા અને પીએસઆઇ એસ.એસ.ચૌહાણનાઓનીઅલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સીસથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી Tધરાવતા ઇસમો અને શકદારોને ચેક કરવાની કાર્યવાહી કરી હતી.જેમાં વર્કઆઉટ દરમ્યાન એલ.સી.બી. ના હેડ કોન્સટેબલ ડાડુભાઇ વજાભાઇ જોગલ અને એ.એસ.આઇ. અરજણભાઇ મારૂ, અજીતભાઇ બારોટને સંયુક્તમાં હ્યુમન સોર્શીસથી બાતમી માહિતી મળેલ કે જાવેદ ઉર્ફે જાવીદ ઇશાભાઇ હુંદડા, રહે. સીક્કા તા.જી.જામનગર વાળાએ આ લુંટ આચરી છે. લૂંટ કરી જાવીદ મહારાષ્ટ્રના માલેગાંવ જતો રહેલ છે. આ હકીકત આમે આવતા ટેકનીકલ લેવલે માહિતી એક્ત્રીત કરી સદર ગુપ્ત માહિતીમાં સત્યતા જણાતા એક ટીમ મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ જઇ તપાસ કરી અને જાવીદ ઉર્ફે જાવલાને દબોચી લીધો હતો.


પીએસઆઇ બી.એમ.દેવમુરારી અને એ.એલ.બારસીયાનાઓએ સંયુક્ત રીતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા રીઢો ગુનેગાર આખરે ભાંગી પડી તેણે લુંટ કબૂલી, ઓરીજીનલ મુદ્દામાલ સોનાનો કાનમાં પહેરવાનો વેઢલો કાઢી આપયો હતો. આ લૂંટ જાવીદ અને તેની ગેંગ દ્વારા આચરવામાં આવી હોવાની પણ જાવીદે કબૂલાત કરી હતી. જેને લઈને પોલીસે તેના સાગરીત જાવીદ ઉર્ફે જાવલો ઇસાભાઇ હુંદડા, જાતે મુ.વાઘેર, ઉવ ૩૬, ધંધો મજુરી, રહે. મુળ-સીક્કા, હાઉસીંગ બોર્ડ, આશાબા પીર દરગાહની બાજુમાં, ડીસીસી વિધ્યાલય પાછળ, તા. જિ.જામનગર, હાલ- દયાના રોડ, રમજાનપુરા પોલીસ સ્ટેશન પાછળ, માલેગાંવ, મહારાષ્ટ્ર અને ઇરફાન ઓસમાણભાઇ હાસમભાઇ શેઠા જાતે સંધી ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. કન્યાશાળાનીબાજુમાં, ધારાગઢ ગામ, તા.ભાણવડ, જિ.દેવભૂમિદ્વારકા તથા હનીફ ઉર્ફે ગની ઇબ્રાહીમભાઇ મામદભાઇ નાય, જાતે-સંધી, ઉ.વ.-૪૫, ધંધો- ખેતી, રહે. કન્યાશાળાની બાજુમાં, ધારાગઢ ગામ, તા.ભાણવડ, જિ.દેવભૂમિદ્વારકાવાળા શખ્સોને પકડી પાડતા છે. જ્યારે નવાજ જુમા દેથા, રહે.પીર લાખાસર તા.ખંભાળીયા,જિ.દેવભૂમિ દ્વારકાવાળાને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી જાવલાએ અગાઉ જામનગર, મોરબી, ભચાઉ, રાજકોટ, ખંભાળીયા વાડીનાર, કલ્યાણપુર દ્વારકા મીઠાપુર વિસ્તારમાં, ૪-ઘરફોડ, ૧૦-વાહનચોરી, ૪-ભંગારચોરી, ૧-ડિઝલ ચોરી કરેલ છે. જયારે આરોપી ઇરફાને ખૂન તથા મારામારીના ગુનાઓ કરેલ છે. જયારે આરોપી હનીફે ૩-ઘરફોડ ચોરી અને અનેક દેશી દારૂ વેચાણ અને પિવાના અનેક ગુના કરેલ છે. જયારે ફરાર આરોપી નવાજે ૧-ખુન તથા ૨-ઘરફોડ ચોરી, ૧૭-પવનચક્કીના કેબલ વાયર ચોરીના ગુનાઓ આચર્યા છે.

આ કાર્યવાહી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પીઆઇ કે.કે.ગોહીલની રાહબરી હેઠળ હાલના ઇન્ચાર્જ પીઆઇ પી.સી.શિંગરખીયા, PSI બી.એમ.દેવમુરારી,એ.એલ.બારસીયા, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલીયા ASI અરજણભાઇ ચંદ્રાવાડીયા, અરજણભાઈ મારૂ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, જયદેવસિંહ જાડેજા, તથા HC ડાડુભાઈ જોગલ, જેસલસીહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, PC ગોવીંદભાઇ કરમુર, સચિનભાઈ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, ASI ધર્મેન્દ્રસીંહ ચુડાસમા, નરશીભાઇ સોનગરા, HC હસમુખભાઇ કટારા સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here