જામનગર: પ્રીત કરીને બહુ પછતાયા, લગ્ન બાદ પ્રેમિકાને ખબર પડી કે..

0
1428

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતી યુવતીએ ગાંધીનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે પ્રેમ કરી સંસાર માંડ્યો પરંતુ પતિ નશાબાજ નીકળતા પરણીતાનો સંસાર ઝેર થયો હતો. નશાબાજ પતિથી કંટાળી માવતરે આવેલ પરણેતા ઘરે હતી ત્યારે છરી સાથે આવી ચડેલા પતિએ પત્ની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કલાકો સુધી માથાકૂટ કરી હતી.

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર મંગલમ એપાર્ટમેન્ટમાં રહેતા વિક્રમસિંહ મનુભા જેઠવા ની પુત્રી ગીતાબાને તેના મોમાઈ નગર વિસ્તારમાં રહેતા પતિ હિરેનસિંહ વિજયસિંહ ઝાલા સાથે પણ બનાવ બનતા તે પિયર આવી હતી. ગદર એક 22મી ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના સોમવારે તેણી શરૂ સેક્શન રોડ પરના ત્યારે હાજર હતી ત્યારે તેનો પતિ હિરેનસિંહ હાથમાં છરી સાથે ઘસી આવ્યો હતો. આરોપી હિરેનસિંહ તેણી તથા તેના માતા-પિતાને છરી બતાવી બિભત્સ વાણીવિલાસ આચર્યો હતો.

‘તારે મારી સાથે જ રહેવું પડશે હું તને છૂટાછેડા નહીં આપું અને જો તું બીજા લગ્ન કરીશ તો હું તને જાનથી મારી નાખી’ આવી ધમકી આપતા તેણીના માતા પિતાએ મકાનનો દરવાજો બંધ કરી દીધો હતો, ત્યારબાદ આરોપી એકાદ કલાક સુધી મકાન બહાર ઉભા રહી જોર જોરથી દરવાજો ખખડાવી ગાળાગાળી કરી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ તારીખ 25મીના રોજ બપોરના 12:30 વાગ્યે આરોપીએ ગીતાબાના મોબાઈલ નંબર પર ફોન કરી કહ્યું હતું કે, ‘ તું મને અત્યારે જ તળાવની પાળે મળવા આવ’, જો કે તેણીએ મળવાની ના પાડી દેતા તે ગુસ્સે થયો હતો અને કહેવા લાગ્યો હતો કે, ‘ જો તું અત્યારે જ અહીં તળાવની પાળે નહીં આવ તો હું તારા ઘરે આવીશ અને તને અને તારા માતા-પિતા તથા ભાઈને જાનથી મારી નાખી’

પતિની ફોન પરની ધમકીથી ગભરાઈ ગયેલ ગીતાબાએ તેના મોટા બહેન તેજલબા ને સાથે રાખી સીટી બી ડિવિઝન પોલીસ દફતર પહોંચ્યા હતા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ભોગગ્રસ્ત ગીતાબાએ બે વર્ષ પૂર્વે આરોપી હિરેનસિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ તેણીને ખબર પડી કે પતિ દારૂ પીવાની તથા અલગ અલગ નશા કરવાની ટેવ ધરાવે છે અને આખો દિવસ નશામાં જ રહે છે. સમય જતા આરોપીએ તેણી સાથે સમયાંતરે અવારનવાર માથાકૂટ કરી હતી. પતિના કજીયાથી આખરે કંટાળી ગયેલી પરણીતા દોઢેક વર્ષ પૂર્વે પતિના ઘરેથી પિયર આવી ગઈ હતી. તેણી તેના પતિ સાથે રહેવા માગતી ન હોવાથી આરોપીએ ધાગધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here