જામનગર: મંદિરે દર્શન જતા કાકા ભત્રીજાના બાઇકને કારની ઠોકર

0
757

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રામપર ગામ પાસે સત્તા પૂર્વે પુલ ઝડપે દોડતી એક કાર્ય બાઇકને ઠોકર મારી અકસ્માતવ્યો હતો અકસ્માતમાં બેડ ગામના કાકા ભત્રીજા ફંગોળાઈ જતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત કરી ચાલક કાર લઇ નાસી છૂટ્યો હતો.

લાલપુર તાલુકા મથક થી ૧૫ કિલોમીટર દૂર આવેલ રામપર ગામ નજીક તારીખ 4 ના રોજ સવારે 11:00 વાગ્યાના સુમારે પુલ ઉપર થી  પસાર થતી જીજે 38 બીસી 3205 નંબરની કારના ચાલકે એક મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં  જામનગર તાલુકાના બેડ ગામે રહેતા હસમુખભાઈ ડાયાભાઈ સોનગરા ઉંમર વર્ષ 38  અને તેના ભત્રીજા જતીન મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા.

જેમાં હસમુખભાઈને પગના ભાગે ફેક્ચર સહિતની ઈજા પહોંચી હતી. જ્યારે તેના ભત્રીજા જતીનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ કારચાલક કાર લઈને નાસી ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાકા ભત્રીજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ મોટરસાયકલ ચાલક હસમુખભાઈએ આ બનાવ અંગે નાસી ગયેલા કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે હેડ કોસ્ટેબલ જેડી મેઘનાથી સહિતનાઓએ કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here