લાલપુર: ઝાખર ગામે જુગાર રમતી છ મહિલાઓ સહિત સાત પકડાયા

0
662

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાખર ગામે મેઘપર પોલીસે ગઈકાલે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ છ મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી પાડ્યા છે પોલીસે તમામ શખ્સોના કબજા માંથી રૂપિયા 24000 ઉપરાંતની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામે ભરતસિંહ ભીખુભા જાડેજાના રહેનાર મકાનની પાસે અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની મેઘપર પોલીસને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો. ગઈકાલે સાંજે પાંચેક વાગ્યા પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન જાહેરમાં ગંજી પત્તાના પાના વડે પૈસાની હરજીત કરી તીન પત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ પુનમબા અજીતસિંહ ભીખુભા જાડેજા, સાવિત્રીબા ભરતસિંહ ભીખુભા જાડેજા, અનુબા નિર્મળસિંહ ફતેસિંહ મહિડા, ઇન્દુબા તખુભા જેઠીજી જાડેજા, રંજનબા ઉમેદસિંહ ભીખુભા જાડેજા, દિવ્યાબા ભરતસિંહ કછવા, જગદિશસિંહ ઉર્ફે અજયસિંહ દિલુભા જાડેજા રહે. ઝાખર  ગામ જશાણી વાસ શંકરના મંદિરની બાજુમાં તા. લાલપુર જી. જામનગર છ મહિલાઓ સહિત સાત આરોપીઓ રૂપિયા 24,100ની રોકડ સાથે આબાદ પકડાયા હતા. પોલીસે આ તમામ શખ્સોની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here