શુભાગમન: હાલારના નવ તાલુકાઓમાં વરસાદ

0
525

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન ઝાપટા થી માંડીને સવા ઇંચ વરસાદ નોંધાયો છે બંને જિલ્લાના 10 તાલુકા પૈકી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા તાલુકામાં સવા ઇંચ નોંધાયો છે.

જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં જિલ્લાના છ તાલુકામાં સરેરાશ 10 મીમી વરસાદ નોંધાયો છે.જેમાં કાલાવડ તાલુકા મથકે 20 મિમિ એટલે કે એકાદ ઇંચ વરસાદ, જ્યારે જોડીયા અને લાલપુરમાં 15-15 મીમી એટલે કે પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલ અને  જામનગરમાં ઝાપટા પડ્યા છે, તો જામજોધપુરમાં એક પણ છાંટો પડ્યો નથી. એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમના આંકડા કહી રહ્યા છે.

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે 618 મીમી વરસાદ થયો છે જોકે છેલ્લા 30 વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ 700 મીની વરસાદ નોંધાયો છે. જેને લઈને હજુ 100 mm વરસાદની ખાધ છે. જિલ્લાના જામનગરમાં 74% કાલાવડમાં 88% લાલપુરમાં 58% અને જામજોધપુરમાં 79 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ધ્રોલમાં 104 અને જોડિયામાં 131% વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષમાં તમામ તાલુકાઓની સરેરાશ ની વાત કરીએ તો આજની તારીખ સુધીમાં 88% વરસાદ થયો છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો ગતરાત્રિના સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં દ્વારકામાં બાદ એટલે કે અડધો ઇંચ, ખંભાળિયામાં 32 એટલે કે સવા ઇંચ, જ્યારે કલ્યાણપુર ભાણવડમાં ઝાપટા પડ્યા હતા. મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ દ્વારકા તાલુકામાં પડ્યો છે અહીં 30 વર્ષના એવરેજ ની વાત કરવામાં આવે તો 531 મીમી વરસાદ નોંધાયો છે પરંતુ આ વર્ષે 758 મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ 142 ટકા વરસાદ થયો છે. જ્યારે ખંભાળિયામાં 139 ટકા અને કલ્યાણપુરમાં 89 તેમજ ભાણવરમાં 73% વરસાદ નોંધાયો છે. જિલ્લાનો 30 વર્ષનો કુલ વરસાદ વરસાદની સરેરાશ કાઢવામાં આવે તો પ્રતિ વર્ષ 729 વરસાદ નોંધાય છે. પરંતુ આ વર્ષે જિલ્લામાં 797 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે જિલ્લામાં 109 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here