જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામે રહેતા એક પરિવારમાં બે ભાઈ બહેન વચ્ચે બોલાચાલી થયા બાદ મનમાં લાગી આવતા બહેને ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો કરુણ બનાવ પોલીસ દફતરેથી સામે આવ્યો છે. સામાન્ય બાબતે ભાઈ બહેન વચ્ચે થયેલ ઝઘડાએ મોટું રૂપ ધારણ કરી લેતા આજે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આ બનાવના પગલે નાના એવા સોનવાડિયા ગામે શોકનું મોજું પ્રસરી ગયું છે.
જામનગર જિલ્લામાં વધી રહેલા આપઘાતના બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં જામજોધપુર તાલુકા મથકથી ૩૦ કિમી દુર આવેલ સોનવડીયા ગામે ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રહેતા કમલેશભાઈ વલ્લભભાઈ રાઠોડની વીસ વર્ષીય પુત્રી જયશ્રીએ ગઈ તા. ૦૪/૦૨/૨૪ ના બપોરના દોઢેક વાગ્યના અરશામા રહેણાંક મકાને પોતાની રીતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇ લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન પરિવારની નજર પડી જતા તેણીને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક જયશ્રી બેનના પિતા કમલેશભાઈ રાઠોડે જામજોધપુર પોલીસમાં પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું. જેમાં મૃતક જયશ્રીબેનને તેના જ નાના ભાઈ સાથે કામ કરવા બાબાતે ઝઘડો થયો હતો. ભાઈ સાથે થયેલ ઝઘડાથી મનમાં લાગી આવતા જયશ્રીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. અભ્યાસ કરતી ૨૦ વર્ષીય દીકરીના અપ મૃત્યુના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર.કે.કંડોરીયા સહિતના સ્પોટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
error: Content is protected !!