દેવભૂમિ દ્વારકા: શહેરોથી માંડી ગામડાઓનો એક અવાજ, પૂનમબેનને જીતની હેટ્રીક અપાવવા મક્કમ

0
1199

જામનગર: 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં અભૂતપૂર્વ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. સમગ્ર મત ક્ષેત્રમાં પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં મળી રહ્યો છે આવકાર. વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રી પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ૪૦ દિવસથી સાંસદ પુનમબેન માડમ ઝંઝાવાતી પ્રચાર જુમ્બેસ ચલાવી રહ્યા છે. હાલારની દીકરી તરીકે ત્રીજી વખત દિલ્લીમાં પ્રતિનિધિત્વ માટે જન જન અને ગ શહેરોથી માંડી ગામડાઓ સુધી પહોચતા પૂનમબેનને પ્રચંડ જન સમર્થન સાંપડી રહ્યું છે. હાલનો માહોલ માડમને ત્રીજી વખત સાંસદ બનવા તરફ નીસ્ચ્ચિત કરી ર્રહ્યો છે.

જામનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ દ્વારકા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો સાથે પૂનમબેન માડમ એ સંવાદ કર્યો. કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષ ની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે દ્વારકા ના લોકોમાં અપાર ઉત્સાહ છે, જે નિશ્ચિતપણે  લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે ભવ્ય જીત અપાવશે.  આ કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મહામંત્રી યુવરાજસિંહ  વાઢેર, રસિકભાઈ નકુમ, ભરત ગોજીયા, સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમાં, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, લોહાણા અગ્રણી દ્વારકાદાશભાઈ રાયચુરા સહીત સામાજિક સંસ્થાના હોદેદારો, સંતો – મહંતો, આગેવાનો, દ્વારકાના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here