ધુતારપર શાળાના આચાર્ય-શિક્ષિકાએ ભણ્યા નગ્ન પાઠ, એ પણ ઓનલાઈન !!!

0
1993

જામનગર : જામનગર તાલુકાના ધુતારપર ગામે આવેલ એક ખાનગી શાળાના આચાર્યએ પોતાની જ શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાના વિડીઓ કોલ કરેલ  નગ્ન ફોટા વાયરલ કરતા ચકચાર મચી ગઈ છે. સુત્રોનું  માનવામાં આવે તો શાળા આચાર્યએ જ આ ફોટા શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં મૂકી પોતે ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા છે. કહેવાય છે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં જ ઉછરે છે. આ વખતે નિર્માણ નહી પણ શિક્ષકે જ એક શિક્ષિકાની જીંદગી બદતર કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. જામનગર તાલુકાના જગા ગામે રહેતા અને ધુતારપર ગામે સરસ્વતી વિદ્યા મંદિર શાળા ચલાવતા સંચાલક અને આચાર્ય તરીકેની ભૂમિકામાં રહેલ ભરતભાઈ મોલીયાએ પોતાના જ નંબર પરથી તાલુકા શાળાના શિક્ષકોના ગ્રુપમાં તેની જ શાળામાં ફરજ બજાવે છે તે એક શિક્ષિકાના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં શાળા આચાર્ય અને જે તે શિક્ષિકા વચ્ચે વિડીઓ કોલથી કોમ્યુનીકેશન થયું હોવાનું સ્પષ્ટ થાય છે, શિક્ષિકા બાથરૂમમાં ન્હાતી વેળાએ સંપૂર્ણ નગ્ન હાલતમાં આચાર્ય સાથે કોમ્યુનીકેશન કરતી જોવા મળી રહી છે. જે પણ થયુ હોય આ કોમ્યુનીકેશન વખતેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. સુત્રોનું માનવામાં આવે તો આચાર્યએ જ તાલુકાના શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં આ સ્ક્રીન શોટ અપલોડ કરી દીધા બાદ તે તુરંત ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. જો કે આ બાબતે શાળા આચાર્યનો સંપર્ક થઇ સક્યો નથી. હાલ તેઓનો મોબાઈલ ફોન બંધ આવતો હોવાથી સંપર્ક થઇ સક્યો નથી. વોટ્સએપ ગ્રુપમાં વાયરલા થયેલ તસ્વીરો અન્ય સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here