આ ફેમસ ટીકટોક સ્ટારે કરી આત્મહત્યા !

0
746

સુશાંત સિંહ રાજપૂતે થોડા દિવસો પહેલા મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી બોલીવુડ અને તેના ફેન્સને મોટો આઘાત લાગ્યો છે.ત્યાં 16 વર્ષિય ટિકટોક સ્ટારે આજેઆત્મહત્યા કરી છે.

16 વર્ષની સિયા કક્કરે ગુરુવારે આત્મહત્યા કરી છે.  સિયાના મેનેજર અર્જુન સરિનના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે એક ગીતના સંબંધમાં તેની સાથે સિયા સાથે વાત થઈ હતી. તે સારા મૂડમાં હતી અને બરાબર હતી.સિયાએ તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પંજાબી ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો હતો. 16 વર્ષની આ યુવતીએ આવું પગલું ભર્યું, આને કારણે દરેક આશ્ચર્યમાં છે.

સિયા કક્કરના ઇન્સ્ટાગ્રામ પર 117000 ફોલોઅર્સ હતા. અને તે તેની સ્ટાઇલ અને સુંદરતાના કારણે પણ ઘણી પ્રખ્યાત હતી.

બુધવારની રાત સુધી સિયા બરાબર હતી, તેને કોઈ સમસ્યા નહોતી અને તેણી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતી. સિયા એ  શા માટે આત્મહત્યા કરી આ મામલે હજુ પોલીસ તાપસ કરી રહી છે.

https://www.instagram.com/p/CAMxSA8J9JT/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here