જામનગરમાં ક્રિકેટર્સ, ફિલ્મી સ્ટાર સિંગર સહિતના સેલિબ્રિટીઝ બન્યા મહેમાન

0
2427

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના જન્મદિવસની આજે જામનગરના ખાવડી ખાતે ભભકાદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરના રિલાયન્સમાં યોજાનારી પાર્ટીમાં જોડાનાર અનેક સેલિબ્રિટીઓનું જામનગર એરપોર્ટ ખાતે અવિરત આગમન થઈ રહ્યું છે. જેને લઈને જામનગર એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે.

દેશના સૌથી અમીર અંબાણી પરિવારના આકાશ અંબાણીના પુત્ર પૃથ્વીનો આજે જન્મ દિવસ હોવાથી મોટી ખાવડી ખાતે ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.અંબાણી પરિવારના સૌથી નાનકડા સદસ્યનો પહેલો જન્મદિવસ સદીનો સૌથી યાદગાર બની રહે તે માટે તમામ વ્યવસ્થા અને આયોજન ગોઠવાયું છે.આકાશ અંબાણીના પુત્રના બર્થ ડે ને લઇ આજે સવારે ક્રિકેટરોનું આગમન થયા બાદ રિલાયન્સ પરિવારના જ અનિલ અંબાણી અને ટીના અંબાણી તેમજ ખ્યાતનામ સિંગર અરિજિત શીંઘનું પણ જામનગર ખાતે આગમન થયું હતું. જે ત્યાર બાદ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલાયસન ખાતે પાર્ટીમાં પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જામનગરના રિલાયન્સમાં યોજાનારી પાર્ટીમાં હાજરી આપવા માટે મુંબઈથી જામનગર સુધી કુલ ૧૧ ફ્લાઇટ આવશે જેમાં હજુ બોલિવુડના અનેક ચમકતા સિતારાઓ સહિત ખ્યાતનામ સેલિબ્રિટીઝ સહિતના 140 જેટલા VVIP મહેમાનો પાર્ટીની શોભ વધારશે.કોરોનાને ધ્યાને લઇ પાર્ટીમાં કોવિડના નિયમોનું ખાસ પાલન કરાવવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here