ખાખીની લાજ કોરાણે મૂકી જમાદાર-વચેટીયો લાંચ લેતા પકડાઈ ગયા

0
636

જામનગર : સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી લાંચ લેતા એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયા છે. પોલીસકર્મીએ દારૂ પ્રકરણના આરોપીને રિમાન્ડ દરમિયાન હેરાન નહિ કરવા સબબ કોન્સ્ટેબલે લાંચ સ્વીકારી હોવાનું એસીબીમાં જાહેર થયું છે. ગુરુવારે બપોરે રાજકોટ એસીબીની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં સી-બીટના અનાર્મ એએસઆઈ મહેન્દ્રસિંહ સજુભા ઝાલાએ તાજેતરમાં દારૂમાં પકડાયેલ એક સખ્સને રિમાન્ડ દરમિયાન હેરાન નહિ કરવા- માર નહી મારવા તેમજ રેઇડ વખતે આઈફોન કબજે નહી કરવા પેટે રૂપિયા ૫૦ હજારની લાંચ માંગી હતી. જેને લઈને રકજક બાદ રૂપિયા ૩૦ હજાર નક્કી થયા હતા. જેને લઈને ફરિયાદીએ રાજકોટ એસીબીમાં જાણ કરી હતી. જેને લઈને આજે મુળી ખાતે રવિરાજ હોટલ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન જમાદાર અને તેની સાથે આવેલ મનસુખ ઈશ્વરભાઈ બમકામણા નામના બંને સખ્સોને રૂપિયા ૩૦ હજારની લાંચ લેતા આબાદ પકડી પાડ્યા હતા.આ છટકું એસીબીના પીઆઈ એમએમ સરવૈયાએ મદદનીશ નિયામક એચપી દોશીની મદદથી ગોઠવી પાર પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here