ભયાવહ: બગોદરા પાસે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

0
1478

બગોદરાના મીઠાપુર પાટિયા પાસે અકસ્માતમાં 10ના મોત થયા છે. જેમાં ચોટીલાથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો. બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતમાં 10ના મોત થયા છે. ટ્રકમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બન્યા છે.

એક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માત થયો

એક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માત થયો હતો. જેમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષોના મોત થયા છે. અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓને હાઇવે પર અકસ્માત નડ્યો છે. હાઇવે પર ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતને પગલે ફરી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, છેલ્લા સાતેક વર્ષથી હાઇવેનું મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે અને જગ્યાએ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવે છે. જેના કારણે પણ અકસ્માત સર્જાતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી
ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ગમખ્વાર અકસ્માતના પગલે શોક વ્યક્ત કરી મુખ્ય મંત્રીએ પરિવારજનોને શાંતવના પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here