મહાભારત: શેરબજાર કૌભાંડી શખ્સોએ પાંડવના નામ ધારણ કરી માયાઝળ ફેલાવી

0
875

મહેસાણાના વિસનગર-વડનગરમા ચાલતા ડબ્બા ટ્રેડિગ કરી ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી પૈસા પડાવી લેવાના કેસમાં મુખ્ય આરોપી અને તેની ટીમ અલગ અલગ સ્ટોક માર્કેટમાં ચાલતા શેરોમાં રોકાણ કરાવી અનેક ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી છે.ત્યારે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી પોતાની ટીમના માણસો નામ નામ મહાભારતના પાત્રો જેવા નામો આપી ઠગાઈ કરતો હોવાની વિગતો સામે આવી છે.

વિસનગર-વડનગરમા ચાલતા ડબ્બા ટ્રેડિગ કરી ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી પૈસા પડાવી લેવાના કેસમાં મુખ્ય આરોપી અને તેની ટીમ અલગ અલગ સ્ટોક માર્કેટમાં ચાલતા શેરોમાં રોકાણ કરાવી અનેક ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી છે.ત્યારે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી પોતાની ટીમના માણસો નામ નામ મહાભારતના પાત્રો જેવા નામો આપી ઠગાઈ કરતો હોવાની વિગતો સામે આવી છે.

ખેરાલુ પોલીસ મથકમાં નોંધાયેલા 4 કરોડની છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી પિન્ટુ ભાવસારને મહેસાણા એલસીબી ટીમે ઝડપી લીધા બાદ 1 જુલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં પિન્ટુ ભાવસારની કંપનીમાં કામ કરતા માણસોને તેમની કામગીરી પ્રમાણે મહાભારતના પાંચ પાંડવોના નામો આપવામાં આવ્યા હતા.

સમગ્ર કંપનીના મુખ્ય માલિક તરીકે હિમાંશુ ઉર્ફ પિન્ટુ ભાવસાર કરતો અને તેની નીચે વિસનગર તથા વડનગર ખાતે વિશ્વાસ સ્ટોક માર્કેટ પ્રા.લીમી થતા દેવકી સ્ટોક પ્રા.લીમી નામની શેર બજારની ઓફિસો બનાવી તેનું સંચાલન પટેલ હિમાંશુ રશિકભાઈ સહિતની ટીમ કરતી હોવાની વિગતો સામે આવી છે.તેમજ આ ટીમમાં સાચા નામ છુપાવી મુખ્ય આરોપીઓ પોતાના હાથ નીચે રહેલ ટીમના નામ મહાભારતના પાંડવોના નામો આપી સમગ્ર છેતરપીંડી ગ્રાહકો સાથે આચરતા હતા

પિન્ટુ ભાવસાર અને તેની ટીમ આ પ્રકારે ગ્રાહકો સાથે ઠગાઈ કરતા જેમાં સૌ પ્રથમ યુધિષ્ઠિર નામ ધારણ કરી એક શખ્સ ગ્રાહક સાથે વાતચીત કરે અને ત્યારબાદ ગ્રાહક રસ ધરાવે તો કોલ અર્જુન નામ ધારણ કરેલા શખ્સ પાસે મોકલવામાં આવતો અને અર્જુન ગ્રાહકો સાથે વાતચીત કરી શેર બજારમાં રોકાણ કરવા માટે સમજણ આપતો,ત્યારબાદ ગ્રાહક ને નાણા રોકાણ કરવા માટે ભીમ નામ ધારણ કરેલ અન્ય શખ્સ નકલી ગ્રાહક બની પૈસા રોકાણ કરવા વિશ્વાસ જીતતો ત્યારબાદ સહદેવ નામ વાળો વ્યક્તિ ગ્રાહકોને શેર બજારમાં નાણા નુકસાન અંગે સમજણ અને રોકાણ કરાવવા માટે ડિલ ફાઇનલ કરતો ત્યારબાદ નકુલ નામનો માણસ સહદેવ જે ગ્રાહકો ની ડિલ ફાઇનલ થઈ હોય તેના પૈસા અંગે માહિતી રાખતો આમ સમગ્ર ટિમ સાથે મળી ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતા હતા.

સમગ્ર ડબ્બા ટ્રેડિગ કેસમાં મુખ્ય આરોપી પિન્ટુ ભાવસાર અને ટીમ ગ્રાહકો જે પૈસા આવતા એ અન્ય લોકોના અને ટીમના માણસો ના બેન્ક ખાતામાં 5% કમિશન આપી એ ખાતા નો ઉપયોગ કરતા તેમજ આજુબાજુના વિસ્તાર માંથી ડમી સીમકાર્ડ મેળવી તેનો સમગ્ર ડબ્બા ટ્રેડિંગમાં ઉપયોગ કરવામાં આવતો.જોકે મહેસાણા એલસીબી ટિમ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
મહેસાણા જિલ્લાનાના ખેરાલુ પોલીસ મથકમાં સાત માસ અગાઉ 4.90 કરોડની છેતરપીંડી અંગે અગિયાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં કેરળ રાજ્યમાં રહેતા જેકોબ વર્ગીસ નામના 63 વર્ષીય વૃદ્ધને વિસનગરમાં આવેલ દલાલ સ્ટોક.પ્રા લી થતા જ્યોત કોમ્પલેક્ષમાં ચાલતી વિશ્વાસ સ્ટોક મારફતે આરોપીઓએ ભેગા મળી કેરળ ખાતે રહેતા વૃદ્ધ ને ફોન કરી વિશ્વાસ કેળવી અલગ અલગ સ્ટોક માર્કેટની કંપની બતાવી સેર બજારમાં કુલ 4.90 કરોડ રૂપિયા નું રોકાણ કરાવ્યું હતું.ત્યારબાદ આરોપીઓ ડમી સિમ વાપરી ગ્રાહકો સાથે અવારનવાર સેર માર્કેટમાં નાણા રોકાણ કરી ઉંચી રકમ મેળવવાની લાલચ આપી પૈસા રોકાણ કરાવ્યા બાદ ફોન બંધ કરી દેતા હતા.સમગ્ર મામલે કેરળ ખાતે રહેતા વૃદ્ધ ખેરાલુ પોલીસમાં 17 જાન્યુઆરી 2023ના રોજ અગિયાર શખ્સ સામે કલમ 406,420,419,120 (બી) થતા આઈ.ટી એકટ કલમ 66(ડી) મુજબ ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે અગાઉ આ કેસમાં 9 લોકોને ઝડપી લીધા હતા.ત્યારબાદ સમગ્ર કેસના મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફ પિન્ટુ ભાવસાર ને ઝડપી લીધા બાદ તપાસ માં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here