જામનગર : મહિલા PSIએ લાંચ માંગી, લેવા મોકલ્યો કોન્સ્ટેબલને, પણ રંગમાં ભંગ પાડ્યો ACBએ

0
2966

જામનગર અપડેટ્સ : જામનગર મહિલા પોલીસ દફતરના મહિલા પીએસઆઇ વતી લાંચ લેવા બદલ એસીબીએ ચાલક એવા કોન્સ્ટેબલને ઉઠાવી લીધો છે. જામનગરના એક  ફરિયાદની સાળીના કેસમાં મહિલા પીએસઆઇએ યોગ્ય તપાસના નામે રૂા. 5 હજારની માંગણી કરી હોવાની વિગતો જાહેર થઇ છે. જોકે લાંચ લેવા ચાલકને મોકલતા પોતે સંકજામાં ન આવતા ફરાર થઇ ગયા છે.

ગત રાત્રે જામનગર પોલીસબેડામાં ચકચાર મચાવનાર એસીબી ટ્રેપની વિગતો મુજબ, શહેરમાં રહેતા એક આસામીની સાળીના અપહરણનો મામલો મહિલા પોલીસ દફતર સુધી પહોંચ્યો હતો. આ પ્રકરણમાં વ્યવસ્થીત અને સારી રીતે તપાસ કરવા મહિલા પીએસઆઇ યુ.એન. ભટ્ટએ આસામીને વારંવાર પોલીસ દફતરે બોલાવીને રૂા.5 હજાર લાંચની માંગણી કરી હતી. જોકે આ આસામી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેને લઇને જામનગર એસીબીના પીઆઇ પરમાર સહિતના સ્ટાફે એસપી કચેરીની સામે આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવી હતી જેમાં મહિલા પીએસઆઇ વતી લાંચ લેવા આવેલા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા રૂા.5 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયા હતાં. એસીબી પોલીસે ટ્રેપ સફળ થઇ જતા કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને ઉઠાવી લીધો હતો. જોકે આ છટકા સમયે પોલીસ દફતરમાં પીએસઆઇ ગેરહાજર હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે. રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ. દેસાઇની સુચનાથી જામનગર એસીબી કચેરીના પીઆઇ એ.ડી. પરમાર સહિતના સ્ટાફે સફળ ટ્રેપ પાર પાડી હતી. આ ટ્રેપના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here