કમકમાટી : ધડાકાભેર કુકર ફાટ્યું ને આગ લાગી, વૃદ્ધા ભડથું

0
394

જામનગર અપડેટ્સ : જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં અકસ્માતે લાગેલી આગમાં સપડાયેલા વૃદ્ધાનું દાજી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયુ છે. કુકર ફાટતા શોર્ટ સર્કિટ થઈ હતી અને આગ પ્રસરી હોવનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફાયર ઘટના સ્થળે પહોચે તે પૂર્વે જ લાગની જ્વાળાઓ વૃદ્ધાને આગોશમાં લઇ ચુકી હતી.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં દિલીપ ખોડુભાના મકાનમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યે સૌ પ્રથમ કૂકર ફાટ્યું હતું અને તુરંત જ અકસ્માતે શોટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 70 વર્ષના વસંતબા જાડેજા સપડાઈ જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ધડાકાભેર ફાટેલા કુકરે આગ પકડી લીધી હતી, જેને લઈને શોર્ટ સર્કિટ થતા વૃદ્ધા પોતાનો બચાવ કરી શક્યા ન હતા. આ બનાવ અંગે જાણ કરતા ફાયરની એક ટિમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે ટિમ પહોંચે તે પૂર્વે આગમાં સપડાયેલ વૃદ્ધ મહિલા ભડથું થઈ ગયા હતા. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આગની આ ઘટનામાં ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here