જામનગર : યુવાનોએ કલેકટર કચેરી મુંડન કરાવ્યા, કેમ આવું કરવું પડ્યું ? જાણો

0
1313

જામનગર અપડેટ્સ : દિલ્લી ખાતે લાંબા સમયથી ન્યાયની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા આહીર અર્જુન આંબલીયાના સમર્થનમાં આજે યુવાનોએ મુંડન કરાવી, વિશાળ રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગૌમાતા અને આર્મીમાં આહીર રેજીમેંટની માંગ સાથે અર્જુન આહીર દિલ્લી ખાતે આંદોલન કરી રહ્યો છે.


ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામાં આવે અને સેનામાં જાતિઓના નામથી રેજીમેન્ટો છે એવી રીતે સેનામાં આહીર રેજીમેંટ નું નિર્માણ કરવામાં આવે આ બે માંગો સાથે 11/01/2021 થી જંતર, મંતર-દિલ્લી ખાતે આહીર અર્જુન આંબલીયા અનિશ્ચિત સમય ધરણાં પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં દરેક સમાજના લોકો, જુદા જુદા સંગાઠનો, સાધુ,સંતો મહંતો, વગેરે જાહેર સમર્થન કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોઈ પ્રતીસાદ ના મળતાં ગુજરાતના દરેક જિલ્લામાં દરેક સમાજ અને જુદા-જુદા સંગઠનો દ્વારા આવતી 25 જૂન ના રોજ ગૌમાતાની વેદનામાં મુંડન કરાવી અને આહીર અર્જુન આંબલીયાના આંદોલનના સમર્થનમાં કલેક્ટર મારફત સરકારને આવેદન મોકલાયું હતું.
આ મુહીમમાં જોડાવા માટે આહીર અર્જુન આંબલીયાએ ટીમને તથા દરેક ગૌરક્ષક અને ગૌપ્રેમીઓને 95588 88660 નંબર પર જાણ કરી જોડાવા આહવાન કર્યું છે. વધુમાં આહીર અર્જુન આંબલીયા એ જણાવ્યું હતું કે સરકાર વહેલી તકે આ રાષ્ટ્રહિતની માંગોને સ્વીકાર કોરોનાની મહામારીની અમે તમામ ગાઇડલાઈનનું પાલન કરીએ છીએ માટે સરકાર કમજોર ના સમજે. આ માંગોમાં સરકારે યોગ્ય જવાબ ના આપ્યો તો આવનાર સમય માં ગુજરાત માં વધુ કાર્યક્રમો કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here