ભાણવડ: લુંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાયો યુવાન

0
931

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હન અને તેના સાગરીકો સામે ગીર સોમનાથ જીલ્લાના યુવાને ફરિયાદ નોંધાવી છે. ૨.૫૦ લાખ રૂપિયા લઈ લુંટેરી દુલ્હને યુવાન સાથે લગ્ન કરી ભાગી જઈ અન્ય એક મુરતિયાને પતિ બનાવી લીધો હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. આ લગ્ન પૂર્વે પણ યુવતીએ અન્ય સાથે પણ લગ્ન કરી છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

સમાજમાં આજકાલ લગ્નના નામે છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. કેટલીક યુવતીઓ પોતાની ટોળકી બનાવી લગ્નવાંછુ યુવાનોને શિકાર બનાવી લુંટ અને છેતરપીંડી હોવાના અનેક બનાવો નોંધાઈ ચુક્યા છે ત્યારે દ્વારકા જીલ્લામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે જેની વિગત મુજબ મૂળ ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના પરેશ પરમાર નામના ૩૮ વર્ષીય યુવાનને ટોળકીએ શિકાર બનાવ્યો હતો. જેમાં ગોપ ગામના ઇશાભાઈ જુનાગઢની નર્મદાબેન ઉર્ફે નીમુંબેન અને સંગીતાબેન નામની બન્ને યુવતીઓ મળી ત્રણેય શખ્સોએ યુવાન સામે માયાજાળ રચી હતી. આ ત્રણેય શખ્સોએ પરેશભાઈ પાસેથી રૂ,૨.૫૦ લાખની રોકડ લઈ તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો બન્ને યુવતીઓએ અગાઉ પણ આ જ રીતે અન્ય સાથે પણ આ યુવતીઓએ અગાઉ લગ્ન કરી હકીકત છુપાવી હતી. પરેશભાઈ સાથે પણ લગ્ન કર્યા બાદ યુવતી નાશી ગઈ હતી અને કમલેશ ગોવા સોલંકી સાથે લગ્ન કરી લીધા હતા.

પરેશભાઈએ આ સંદર્ભે બન્ને યુવતીઓ અને દલાલ ઈશાભાઈ સામે ભાણવડ પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૪૦૬,૪૯૫ અને કાવતરા સબબ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here