જાણીતા યુટ્યુબર ધવલની અણી કોણે કાઢી ? જુગારની બાતમી આપી કોણે ?

0
673

જામનગર : પોતાની કાઠીયાવાડી છટાથી જાણીતા બનેલા યુ ટ્યુબર ધવલ દોમડીયા સહિતની ટોળકીને જુનાગઢ પોલીસે જુગાર રમતા પકડી પાડ્યા છે. પોતાના અનેક વીડીઓમાં જુગારી બનેલ ધવલ દોમડીયા ખરેખર પોલીસ દફતરનો મહેમાન બનતા રાજ્યભરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે.

એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા સૌરાષ્ટ્રના યુવાન-યુવતીઓના ગ્રુપે યુટ્યુબ પર હાસ્ય નામે પોતાની ચેનલો વહેતી કરી અનેક યુવાનોને નવો રાહ ચીંધ્યો છે. સુરતનો નીતિન જાની કે લાલાભાઈ હોય, જુનાગઢનો અતિક હોય કે ‘કાણીયો’ અજય હોય, કે પછી ધવલ દોમડીયા હોય, આ યુવાનોને દેશ વિદેશમાં ધૂમ મચાવી છે. એક સાથે જ શરુ કરેલ કેરિયરમાં આ તમામ એક સાથે હતા આજે આ તમામ જુદા પડી ગયા છે અને પોતપોતાની ચેનલો શરૂ કરી દીધી છે.

સાતમ આઠમનો જુગારનો પ્લોટ હમેશા આ યુવાનોનો ફેવરીટ રહ્યો છે. તમામ યુવાનોએ જુગાર રમતા હોવાના અનેક વિડીયો અપલોડ કરી હાસ્ય રસ પીરસ્યો છે. એ પછી બંધ બાજીએ લડી લેવાની બાટ હોય કે પછી હોય કુળકપટ, કે પછી પોલીસમાં આપણી ચાલતી હોવાની ધવલ દોમડીયાની હોંશિયારી હોય, તમામ પ્લોટમાં શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા છે, અનેક વખત ગામની ‘અણી’ કાઢી છે ધવલ દોમડીયાએ, આ જ યુ-ટ્યુબર આજે હકીકતે જુગાર રમતા પકડાઈ ગયો છે. જુનાગઢ પોલીસે આજે ધવલ અને તેના મિત્રોને એક મકાનમાં બંધ બારણે જુગાર રમતા પકડી પાડ્યા છે. જુગાર સબંધિત અનેક વિડીયો બનાવી દર્શકોને સમક્ષ હાસ્ય રસ પીરસનાર ધવલ આજે ખરેખરે જુગાર રમતા પકડાઈ ગયો અને રાજ્યભરમાં હાસ્ય રસ ફેલાયો છે.

બીજી તરફ એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે કે ધવલને તેના જ નજીકના વર્તુળોએ પોલીસને બાતમી આપી ફસાવી દીધો છે. નીતિન જાનીથી માંડી અતીક અને અજય સહિત અનેક યુવાનો સાથે કામ કરી ચૂકેલ ધવલને ‘પોતાના’ જ નજીકના વર્તુળે યુટ્યુબરની હારીફાઈમાં અણી કાઢી લીધી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જો કે હાલ વાસ્તવિકતા એ છે કે ધવલ પોલીસ દફતરનો મહેમાન બન્યો છે એ પણ તીન પતિ ખેલવા સબબ,

નોંધ : આ તસ્વીર ધવલના એક વિડીયોની છે. આ સમાચાર સાથે કોઈ સબંધ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here