દ્વારકામાં મકાન તો રાણ ગામે વાડો પચાવી પડાયો, બે સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ

0
398

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે મિત્ર ભાવે મકાનની ચાવી આપ્યા બાદ મકાન પચાવી પાડનાર મિત્ર સામે મિત્રએ ફરિયાદ નોંધાવી છે. જયારે રાણ ગામે એક પરિવારની સંયુક્ત માલિકીનો વાડો પચાવી પાડવા સબબ ગામના જ એક સખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. બંને સખ્સો સામે નવા બનાવાયેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રણછોડભાઇ કાનાભાઇ નકુમ, સતવારા અને તેના ભાઈઓની સંયુક્ત માલિકીની ગામમાં આવેલ ખાતા નં.૧૨૧૫, જેના જુના રે.સ.નં.૬૩૮/૪, તથા નવા રે.સ. નં.૧૪૯૬ વાળી હે. ૦-૦૩-૧૫ ચોરસવાળી જમીન( વાડો) પર આ જ ગામે રહેતા ભીમાભાઇ હરદાસભાઇ નકુમ નામના સખ્સે કબજો જમાવી લીધો હતો. ૩૧૦૦ ફૂટ જેટલી જગ્યા પર આરોપીઓએ પાંચ વર્ષ પૂર્વે કબજો કરી લેતા પરિવારે અનેક વખત આરોપીને જગ્યા ખાલી કરી નાખવા કહ્યું હતું. પરંતુ આરોપીએ મચક નહિ આપતા આખરે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનીયમ  ૨૦૨૦ ની કલમ ૩,૪(૧),૪(૨),૪(૩),મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જયારે દ્વારકામાં જયભાઇ ચદુભાઇ રામજીભાઇ ધોકાઇની માલિકીનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી દીપક જમનાદાસ થોભાણીએ પચાવી પાડ્યું હતું. મારે સામાન રાખવો છે કહી વર્ષ ૨૦૧૮માં ચાવી લઇ ગયા બાદ આ સખ્સે મકાનનો કબજો પરત કર્યો ન હતો. મકાનમાથી સામાન કાઢવાના બહાને તાળાની ચાવી લઇ જઇ કબજો જમાવ્યો હતો. આરોપી માલિકી અંગે જાણતો હોવા છતાં પચાવી પાડાવાના ઇરાદે મકાનમા વસવાટ કરી કબ્જો કરી રહેવા લાગ્યો હતો. જેને લઈને આરોપીને આ મકાન ખાલી  કરી દેવા અનેક વખત કહેવાયું હતું. છતાં મકાન ખાલી નહિ કરવામાં આવતા આખરે મકાન માલિકે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here