જામનગર : પતિના અનૈતિક સંબંધ પત્નીને આપઘાત તરફ દોરી ગયા

0
447

જામનગર અપડેટ્સ : જામનગરમાં રહેતી એક યુવતીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા, લગ્ન બાદ પતિ બેવફા નીકળ્યો, બસ આ જ બાબતને લઈને એક સમયના પ્રેમી એવા પતિએ પ્રેમિકા પત્નીને એવી તે હેરાન કરી મૂકી કે તેણીએ આખરે પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો, યુવતીના ભાઈએ નરાધમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં રહેતા જીતેન્દ્રભાઇ શંકરલાલ હરવરાએ પોતાના બનેવી પરેશભાઇ રાજેશભાઇ પાઠક સામે બહેનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આજથી ચારેક વર્ષ પૂર્વે જીતેન્દ્રભાઈની બહેન મીતલ ઉવ 23એ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. મયુરનગરમાં રહેતા રાજેશ પાઠક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ બંનેએ કોર્ટ મેરેજ કર્યા, સમય જતાં પ્રેમી રાજેશનો અસલી ચહેરો સામે આવ્યો હતો. ધીરે ધીરે સાસરિયામાંથી દહેજ લઈ આવવા દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારવો શરૂ કર્યો હતો. આ તમામ ત્રાસની વચ્ચે પ્રેમીમાંથી પતિ બનેલા રાજેશને એક યુવતી સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની શીતલ આહીર નામની યુવતી સાથે સંબંધ બંધાતા રાજેસ તેની સાથે લાંબા સમય સુધી ફોન પર વાતચીત કરતો. આ બાબતની જાણ થતાં મિતલે પતિને સંબંધ નહિ રાખવા કહ્યું હતું. પણ પત્નીની વાત માનવાને બદલે પતિએ તેણીને માર મારી ચૂપ રહેવા કહી દીધું , આ બાબતે તેણીએ સાસુ સસરાને કહેતા તેઓએ પણ ચોખ્ખું કહી દીધું કે તમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા છે અને રાજેશ અમારા કબ્જામાં નથી.
છતાં પણ સારું થઈ જશે એમ માની મીતલ સંસારમાં રતપ્રત રહેવાનો પ્રયાસ કરતી, પણ પત્નીના અનૈતિક સંબંધ ખૂબ ગાઢ બની જતા આખરે તેણીએ દોઢ માસ પૂર્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
આ સમગ્ર હકીકત ખુદ યુવતીએ તેની ભોજાઈ પૂજાબેનને આપઘાત કરતા પૂર્વે તા. 4/6/2021ના રોજ કહી હતી. ત્યારબાદ મિતલના મૃત્યુથી આઘાત પામેલ પૂજાબેનએ આ વાત તેના પતિ અને મિતલબેનના ભાઈ જીતેન્દ્રનભાઈને કહી હતી. જેને લઈને જીતેન્દ્રભાઈએ આરોપી બનેવી સામે બહેનને મરવા મજબૂર કર્યાની સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here