આજે સવારે દ્વારકા જીલ્લાના આ ગામડાઓમાં વાવણી લાયક વરસાદ

0
810

ખંભાલીયા : અરબી સમુદ્રમાં રચાયેલ નિસર્ગ વાવાઝોડાની સાનુકુળ અશર હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લા પર વર્તાઈ રહી છે. ગઈ કાલે જીલ્લાના ભાણવડ પંથકમાં વરસેલા વરસાદ બાદ આજ સવાર થી જ કાળા ડીબાંગ વાદળોથી આકાસ મેઘલુ બન્યું હતું. આજ સવારે પોરબંદર-કલ્યાણપુર અને ભાણવડ તાલુકા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળ્યા છે. સવારે દસ થી બાર વાગ્યાના બે કલાકના ગાળામાં ભાણવડ તાલુકા મથકે સતાવાર એક ઇંચ વરસાદ વરસ્યો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમ પરથી જાણવા મળ્યું છે. જયારે તાલુકાના ગુંદા, ચાંદવડ, પોરબંદરના સાજડીયાળી, રોજીવાળા સહિતના ગામડામોમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે પણ આ જ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરવાની તૈયારી કરી હતી પરંતુ સવારે જ મેઘરાજાના આગમનને લઈને હાલ ખેડૂતો થંભી ગયા છે. આ ઉપરાંત ખંભાલીયા તાલુકાના પોરબંદર પટ્ટીના ફોટ,ભાડથર, લાલુકા, લાલપરડા સહિતના આજુબાજુના ગામડાઓમાં પણ સવારે ભારે પવન સાથે એક થી  દોઢ ઇંચ વરસાદ વરસી જતા ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયા હતા. આ પંથકમાં પણ વાવણી લાયક વરસાદ થઇ જતા ખેડૂતોમાં હરખની હેલી પ્રશરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here