રંગીલો રવિવાર, ૨૧ ગામડાઓમાં ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ

0
528

જામનગર : જામનગર જીલ્લાના ત્રણ તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદના સતાવાર સમાચાર બાદ આજે ગ્રામ્ય વિસ્તારોના આકડા જાણવા મળ્યા છે. ત્રણ તાલુકાઓમાં રવિવારની રોનક જોવા મળી હતી. જેમાં જામજોધપુર તાલુકાના સમાણા અને ધ્રાફા ગામે અડધો, શેઠવડાળા અને જામવાડી ગામે એક ઇંચ જયારે ધૂનડા ગામે ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખરેડી અને પંચદેવડા ગામે અડધો ઇંચ, જયારે વાવબેરાજા ગામે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના સતાવાર સમાચાર સાંપડ્યા છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લતીપર ગામે દોઢ અને લૈયારા ગામેં એક ઇંચ વરસાદ વરસી જતા નીચાણ વાળા રસ્તાઓ પરથી પાણી વહી ગયા હતા. જયારે જોડિયા તાલુકાના બાલંભા અને પીઠળ ગામે અનુક્રમે પાંચ અને આઠ મીમી વરસાદ પડ્યો હતો. જો કે જામનગર શહેરમાં મોટો ઉવાળ ઉભો કરી મેઘરાજાએ શહેરી જનોને નિરાશ કર્યા હતા. પરંતુ તાલુકાના જામ વણથલી ગામે અને અલીયા ગામે એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ધુતારપરમાં ઝાપટા રૂપી પાંચ મીમી વરસાદ પડ્યો હતો. જામનગરની જેમ લાલપુર તાલુકા મથકે પણ વરસાદ પડ્યો ન હતો પરંતુ તાલુકાના મોડપર, પીપરટોડા, પડાણામાં એક ઇંચ વરસાદ જયારે  ભણગોર, મોટા ખડબામાં અનુક્રમે પાંચ અને છ મીમી વરસાદ પડ્યો હતો.
આ જ ગામડાઓમાં મોષમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો કાલાવડના નવાગામ અને જામજોધપુરના જામવાડીમાં બબ્બે ઇંચ વરસાદ પડી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here