આતુરતાનો અંત, આવતી કાલે ધોરણ દસનું પરિણામ

0
1487

ગાંધીનગર : ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતી કાલ એટલે કે તા. ૯મીના રોજ પરિણામ જાહેર કરશે. માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020ને મંગળવાર ના રોજ સવારે 08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે. એમ બોર્ડની  યાદીમાં જણાવાયું છે. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સૂચનાઓનો પત્ર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here