જામનગરમાં એક જ દિવસમાં કોરોનાથી બે દર્દીના મોત

0
595

રાજ્યના પ્રથમ ઓમિક્રોન દર્દી જામનગરમાં નોંધાયા બાદ કોરોનાના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતા જતા દર્દીઓ વચ્ચે આજે ચિંતા બેવડાઈ છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ પૈકી બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે દર્દીઓ હજુ બાય પેપ પર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસીસના ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જામનગરમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. બુધવારે એક દરદીના મૃત્યુ બાદ આજે વધુ બે દર્દીઓના મોત થતા આરોગ્ય તંત્રમાં ચિંતા પ્રસરી છે.ત્રણ દિવસમાં ત્રણ મોતથી શહેર જીલ્લા સાથે આરોગ્ય તંત્રમાં ઉધે માથે થયું છે. સારી બાબત એ છે કે આજે એક પણ દર્દી નોંધાયા નથી.સામે પક્ષે પાંચ દર્દીઓ નેગેટીવ જાહેર થતા રજા આપી દેવામાં આવી છે. શહેર જીલ્લામાં વધતા જતા કોરોનાના ગ્રાફને લઈને તંત્રએ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા પણ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here