જામનગર : રાજકોટના ચીટરે જામનગરીઓને ૧૧ કરોડનું ભૂ પાઈ દીધું

0
855

જામનગરના આસામીઓને તગડું વ્યાજ આપવાનો ઝાંસો આપી રાજકોટની એક પેઢીએ કરોડો રૂપિયા ઉઘરાવી લઇ પેઢીને તાળા મારી દેતા ચકચાર મચી જવા પામી છે. ભોગગ્રસ્ત આસામીએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોધાવતા આ સમગ્ર વિગતો સામે આવી છે.

રાજકોટના ઠગ બાજોએ આચરેલ છેતરપીંડીની વિગતો મુજબ, જામનગરના આસામી મયુર શાંતિલાલ સંઘવીએ આજે સીટી બી ડીવીજન પોલીસમાં આ સંબંધે ફરિયાદ નોંધાવી છે. જેની વિગત મુજબ, રાજકોટના પ્રદીપ ખોડાભાઈ કાવેરા નામના સખ્સે અન્ય સખ્સો સાથે મળી વર્ષ ૨૦૨૦માં સમય ટ્રેડીંગ નામે પેઢી ખોલી હતી. આ પેઢીમાં રોકાણ સામે આકર્ષક વ્યાજ અને અન્ય લાભો અંગેની લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. રાજકોટની પેઢીની આકર્ષક સ્કીમને લઈને જામનગરના મયુરભાઈ તેના પરિચિતો તેમજ સબંધીઓએ રૂપિયા ૧૦,૪૮,૦૦૦, નું રોકાણ કર્યું હતું જયારે અન્ય આસામીઓએ પણ ૫૦ લાખનું રોકાણ કરતા જામનગરના અસમીઓની અગ્યાર લાખની મૂડી એ પેઢીએ પોતાના હસ્તક લીધી હતી. આરોપી પ્રદીપે રોકાણ કારોને કહ્યું હતું કે પોતાનું માર્કેટિંગ નેટવર્ક ખુબ વિશાળ છે. એક લાખ રૂપિયા રોકવાથી તગડું વ્યાજ આપવાનો વાયદો કરવામ આવ્યો હતો. એક લાખની મૂડી સામે પાંચ હજારનું વ્યાજ આપવાનો ભરોષો આપવામાં આવ્યો હતો. આ બાબતને સ્ટેમ્પ પેપર પર લખી આપી આરોપીઓએ જામનગરના આસામીઓ પાસેથી કરોડોનું રોકાણ કરાવ્યું હતું. થોડો સમય વ્યાજની રકમ સારી રીતે ચૂકતે કર્યા બાદ પેઢીએ ઠાગાઠૈયા કર્યા હતા. અંતે પેઢીને તાળા મારી દેવામાં આવતા રોકાણ કારો ક્યાયના ન રહ્યા હતા. આ બનાવ અંગે જામનગરના મયુરભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સીટી બી ડીવીજન પોલીસે રાજકોટ તરફ તપાસ લંબાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here