અધમ : ટ્યુશન સંચાલકે જ વિદ્યાર્થિનીને પીંખી નાંખી, આવો છે બનાવ…

0
1075

જામનગર : કોઇપણ વાલી ટ્યુશન સંચાલક કે શિક્ષક પર વિશ્ર્વાસ મુકી પોતાની લાડલી દિકરીને અભ્યાસ કરાવવા મોકલતા હોય છે પરંતુ રાજકોટના એક ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિનીઓના વાલીઓનો આ વિશ્ર્વાસ છિન્ન-ભિન્ન કરી નાંખી એક વિદ્યાર્થિની પર કુકર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થિનીના ઘરે જઇ ટ્યુશન સંચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો જાણવા મળી છે.


રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સત્યનારાયણ પાર્ક-2માં રહેતાં અને રાજમણી કોમ્પલેક્ષમાં અક્ષર ક્લાસીસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઇ કરાથિયા નામના શખ્સ સામે વિદ્યાર્થિનીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ ધો.12માં અભ્યાસ કરતી પોતાની પુત્રીને મીઠી-મીઠી વાતો કરી મોહજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અભ્યાસ કરાવવાના બહાને આ શખ્સે તેણીના ઘરે જઇ બબ્બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવાયો છે. આ બનાવની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી છે. ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નાબાલિક હોવાથી પોક્સોની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસે બળાત્કાર ગુજારનાર ટ્યુશન સંચાલકની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here