હવે આવ્યું અનલોક-૩, જાણો કેવી મળી નવી છૂટછાટ

0
953

નવી દિલ્લી: કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક -3 માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ દરમિયાન રાત્રે લોકોની અવરજવર પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. યોગ સંસ્થાઓ અને જીમ 5 ઓગસ્ટથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સહિતના તમામ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો પર પ્રતિબંધ ફરજિયાત રહેશે.
શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓને પણ 31 ઓગસ્ટ સુધી બંધ રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. માર્ગદર્શિકા મુજબ મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, એમ્યુઝમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવા અન્ય સ્થળો પર પ્રતિબંધો ચાલુ રહેશે. આ નિયંત્રણો સિવાયની તમામ પ્રવૃત્તિઓને કન્ટેનમેન્ટ ઝોનની બહારના સ્થળો પર મંજૂરી આપવામાં આવશે.
સ્વતંત્રતા દિવસ કાર્યક્રમો મંજૂરી અનલોકનો ત્રીજો તબક્કો સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોને સામાજિક અંતર અને આરોગ્યના અન્ય ધોરણોને અનુસરવાની સૂચનાઓ સાથે મંજૂરી આપશે. આ સમય દરમિયાન, કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા માસ્ક પહેરવા જેવા નિયમોની સાથે જારી કરવામાં આવેલા આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here