ઓખા નજીકના દરિયામાં ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાનો પ્રયાસ

દુબઈ જવાની મંજૂરી લઈ રવાના થયેલ સલાયા નું વહાણ મસ્કટ ઓમાન સહિતના દેશોમાં ફરી અન્ય વહાણના ગ્રુપ મેમ્બરોને સલાયા લઈ આવી ભારતીય ચલણમાં પગાર આપી દેશને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, ખોટા દસ્તાવેજો બનાવી ઠગાઈ આચરી તેમજ થોરીયા ફોનના ડેટા પણ ડીલીટ કરી દેવાયા, અજાણ્યા શખ્સો સામે ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીએ નોંધાવી ફરિયાદ

0
880

ઓખા નજીકના અરબી સમુદ્ર ના દરિયામાં ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઈરાદે આચરવામાં આવેલી છેતરપિંડી અને અન્ય ઘટક પ્રવૃત્તિ શબની કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મરીન પોલીસ દળમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સલાયા થી દુબઈ ની મંજૂરી માટે રવાના થયેલું વહાણ અન્ય દેશોમાં પ્રવાસ કરી અન્ય ક્રૂ મેમ્બરોને પોતાની સાથે લઈ ભારત દેશને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી તેમજ સેટેલાઇટ ફોનનો ડેટા ડિલીટ કરી પુરાવાનો નાશ કરવા સબબ શખ્સો સામે કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મરીન પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા થી 57 નોટીકલ માઇલ દુર અરબી સમુદ્રમાં તાજેતરમાં એમ.એસ.વી સફીના અલ હુસેની શૈલાની નામના માલવાહક જહાજને આંતરીને લેવામાં આવ્યું હતું આ વહાણની મુસાફરીના દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વહાણના માલિક સહિતના શખ્સોએ સલાયા થી દુબઇ જવા માટેની મંજુરી મેળવી હતી તેમ છતાં આ વાહન સલાયા થી દુબઈ જવાના બદલે ઓમાનના મસ્કત બંદરે સહિત અન્ય દેશો નો પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું તેમજ આ વહાણમાં અન્ય વહાણનાં કૃ મેમ્બરને ગેરકાયદેસર રીતે સલાયા લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. 

ક્રૂ મેમ્બર નો પગાર સલાયા થી ભારતીય ચલણમાં કરી આરોપીઓએ ભારત દેશને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુથી, ખોટા દસ્તાવેજો બનાવી સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી તેમજ વહાણમાં ઉપયોગમાં લેવાતા સેટેલાઈટ ફોનનો ડેટા ડિલીટ કરી નાખી પુરાવાનો નાશ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જેને લઇને ભારતીય કોસ્ટ ગાર્ડ ના અધિકારી ગૌરવ ત્યાગી દ્વારા આ વહાણનો કબજો લઇ ઓખા બંદરે લઈ આવવામાં આવ્યું હતું. ત્યારબાદ વહાણના માલિક સહિતના ઇસમો સામે ઓખા મરીન પોલીસ દફતરમાં કાવતરા અને છેતરપિંડી સબબની જુદી-જુદી કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ દફતરમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here