જામનગર: બે માસ પૂર્વે MBBSનો અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત

0
829

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં ગાંધીનગરના એક વિદ્યાર્થીએ આજે ગ્લાફાસો ખાઈ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. જોકે આપઘાત કરવા પાછળનું કારણ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ પારિવારિક કોઈ કારણ હોઈ શકે એમ માની પોલીસે  મૃતકના પરિવારજનોને જાણ કરી, પીએમ વિધિ પાર પાડી બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી

છે.

જામનગરમાં આવેલી એમ પી શાહ મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વધુ એક વિદ્યાર્થીએ જીવનનો અંત આણ્યો છે જેની વિગત મુજબ મૂળ ગાંધીનગરના સેજાન મન્સૂરી નામના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આજે પોતાના હોસ્પિટલ ખાતે ના રૂમ પર આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ થતા તેના સાથી વિદ્યાર્થીઓ સહિત મેડિકલ કોલેજ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હોસ્ટેલ ખાતે એકત્ર થયેલ સ્ટાફ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો સંભાળી બનાવનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસે ગાંધીનગર રહેતા મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરતા તેના વાલીઓ જામનગર રવાના થયા છે. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી બનાવવાનું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે.

જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર નહીં આવતા પોલીસે મૃતકના વાલીઓના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મેડિકલ કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓના આપઘાતની એક ઘટના સામે આવતી જ રહી છે. મેડીકલ કેમ્પસ પરથી જાણવા મળતી વિગત મુજબ મૃતકે આજે જ પરિવાર સાથે વાતચીત કરી હતી. છેલ્લા બે ત્રણ દિવસથી સેજાન ગુમસુમ બની ગયો હતો. મૃતક બે માસ પૂર્વે જ અહી અભ્યાસ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here