દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે નોકરી કરતા એક શખ્સને એસબીએ રૂપિયા 3500 ની લાંચ લેતા પકડી પાડ્યો છે. મનરેગા યોજના હેઠળ ઘાસની વાવણી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરેલ જેના બાકી રહેલ સહાયના નાણા મંજૂર કરવા માટે આરોપીએ લાંચ માગી હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતા મિહિર બારોટ નામના કર્મચારીને એસીબીએ લાંચ લેતા પકડી પડ્યો છે. ફરિયાદીએ રોજગાર અર્થની મનરેગા યોજના ની વિવિધ કુલ 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જે અંતર્ગત સરકારની સહાયના કુલ 23 હજાર રૂપિયા મંજૂર થયા હતા. જેમાંથી રૂપિયા ૧૪ હજારના તેઓને ચૂકવી આપ્યા હતા ત્યારબાદ બાકી રહેલ રૂપિયા 9,000 ની રકમ ચૂકવણી કરવાની બાકી હતી.આ બાકી રકમ મંજૂર કરવા માટે આરોપી એ ફરિયાદી પાસેથી સાડા ત્રણ હજાર રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ રાજકોટ એસીબી એકમનો સંપર્ક કર્યો હતો. જેના આધારે દેવભૂમિ દ્વારકા એસીબીના પીઆઇસી શર્મા સહિતના સાથે આજે તાલુકા પંચાયત નજીક જકાતનાકા પાસે આવેલ દ્વારકાધીશ પાન પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં રૂપિયા સાડા ત્રણ હજારની રકમ લેતા કરાર આધારિત કર્મચારી આબાદ પકડાઈ ગયા હતા