રક્ષાબંધન :આ મુર્હુત છે રાખડી બાંધવા માટે અતિ સારું

0
678

જામનગર : આમ તો દર વર્ષે રક્ષાબંધનમાં યોગ-સયોંગ વચ્ચે પર્વમાં અનેક બહેનો મુજવણ અનુભવતી આવી છે કે સારું મુર્હુત કયું ? કયા સમયગાળામાં રાખડી બાંધવાથી ભઈલાની રક્ષા બળવાન બને ? આવા પ્રશ્નોના નિરાકરણને લઈને અનેક જ્યોતિષોએ સાસ્ત્રોક્ત મત રજુ કર્યા છે. જેંમાં રક્ષાબંધનના દિવસે જ આયુષ્ય યોગ છે તેથી આ યોગના મુર્હુતમાં રાખડી બાંધવાથી ભૈલાની સાથે સમગ્ર પરિવાર પરનું સંકટ હળવું થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આગામી તા. ત્રીજી ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પુનમના દિવસે દેશ-વિદેશમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થશે. ત્યારે ક્યાં મુર્હુતમાં રાખડી બાંધવાથી વધુ હકારાત્મક પરિણામ મળી શકે ? એવો સવાલ દર વર્ષે સમાજમાંથી સામે આવતો રહ્યો છે. ત્યારે આ વર્ષે તહેવાર પૂર્વે જ અનેક પંડિતોએ પોતાના મત દર્શાવ્યા છે જેમાં મોટાભાગના પંડિતોએ સવારે ૬:૪૦ વાગ્યાના સમય થી સમગ્ર દિવસ દરમિયાનના સમયને સારો યોગ તરીકે ગણાવ્યો છે. સોમવારના સવારે નવ વાગ્યાને અઠ્યાવીસ મિનીટ પછીના સમય ગાળાને શુભ મુર્હુત તરીકે ગણાવ્યો છે. જ્યોતીષાચાર્ય કૃપાશંકર દવેના મત મુજબ આ સમય સુધીમાં રાખડી બાંધવાથી ભાઈઓના આરોગ્ય અને આયુષ્યની રક્ષા થવાના યોગ છે.

શ્રી દવેના જણાવ્યા મુજબ આ વર્ષના મુર્હુત મુજબ સવારે ૯:૩૭ થી ૧૧:૧૫ અને બપોરના ૧૨:૨૭ થી ૧:૧૯ વાગ્યા સુધી તેમજ સાંજે ૪:૦૯ થી ૭:૨૫ વાગ્યાના શુભ મુર્હુત છે. આ દિવસે રક્ષાબંધન ઉપરાંત બ્રહ્મજનો જનોઈ બદલાવે છે. જેમાં ઋગ્વેદી બ્રાહ્મણોએ તા. ૪/૮/૨૦૨૦ના રોજ,  નૈત્રીય વિપ્રજનો અને શુકલ યજુર્વેદી બ્રહ્મજનોએ તા. ૩જીના રોજ સવારે સૂર્યોદયથી માંડી બપોર સુધી જનોઈ બદલવા શુભ સમય સુચવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here