ખંભાળિયા : એલઆરડી ભરતી મુદ્દે સરકાર ગંભીર બને નહી તો…..

0
610

જામનગર : રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કરવામાં આવેલ અન્યાયને લઈએ મહિલા ઉમેદવારોએ એનએસયુઆઈને સાથે રાખી ફરી મેદાને ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

સરકારે ચાર માસ પૂર્વે આપેલ બાહેંધરી બાદ અન્યાય દુર નહી થતા મહિલાઓએ આજે અંતિમ આવેદન પત્ર પાઠવી રસ્તાઓ પર આવવાની તૈયારી દર્શાવી હતી.સરકાર દ્વારા એલઆરડીની ભરતી પ્રક્રિયામાં બહેનોને અન્યાય કરવામાં આવ્યો હતો. જેને લઈને બહેનોએ અનેક વખત રજુઆતો કરી હતી છતાં કોઈ નિરાકરણ નહી આવતા આખરે મહિલા ઉમેદવારોએ ગાંધીનગર ખાતે આંદોલનના મંડાણ કર્યા હતા. પરંતુ સરકાર ટસની મસ નહી થતા આંદોલન લાંબુ ચાલ્યું હતું અંતે રાજ્ય વ્યાપી બની ગયેલ આંદોલનના ૭૨ દિવસ બાદ સરકારે બાહેંધરી આપી અન્યાય દુર કરવાની પૂરી ખાતરી આપી હતી.

સરકારી ખાતરીને ચાર માસથી પણ વધુ સમય થઇ ગયો છે છતાં હજુ સુધી ભરતીમાં જે ઉમેદવારોને અન્યાય થયો છે તેની સ્થિતિ જે સે થે જ રહી છે. જેને લઈને આજે દેવભૂમિ દ્વારકાના મહિલા ઉમેદવારોએ સ્થાનિક કલેકટર કચેરીએ પહોચી અંતિમ આવેદન આપ્યું હતું. આ આવેદનમાં આગામી ૧૫ જુલાઈ સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે. પખવાડીયાના ગાળામાં સરકાર કોઈ યોગ્ય નિરાકરણ નહી લાવે તો આગામી ૧૫ જુલાઈ બાદ ફરી ગાંધીનગર ગજવવામાં આવશે. આવેદન વખતે ઉમેદવાર બહેનોની સાથે એનએસયુઆઈના સંજય આંબલીયા સહીત વિદ્યાર્થી સંગઠનની ટીમ પણ હાજર રહી પોતાનો પક્ષ મજબુત રાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here