જોડિયા : બોગસ પાર્ટી પેટ્રોલપંપ ધારકોનું કરી નેખે તે પૂર્વે એવું બન્યું કે….

0
586

જામનગર : જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બે ચીટર સખ્સોએ ટંકારાના પેટ્રોલપંપ પંપના બે વેપારીઓ પાસેથી ડીજલનો મોટો જથ્થો મંગાવી પૈસા નહિ ચૂકવી છેતરપીંડી આચારી છે.

જોડિયા પોલીસ દફ્તરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ મુજબ, તાલુકાના પીઠડ ગામે રહેતા રમણીકભાઇ ચમનભાઈ પઢીયાર અને રમેશભાઈ કરશનભાઈ પઢીયાર નામના બે શખ્સોએ ગયા મહિને મોરબી જિલ્લાના ટંકારા તાલુકા મથકે વેપારી ભગીરથભાઈ જગજીવનભાઈ કડીવાર અને અન્ય એક વેપારી પાસેથી રૂ.34414ની કિંમતનો 440 લીટર ડીઝલનો જથ્થો ખરીદ્યો હતો. દરમિયાન પોતાના ગામે આ જથ્થો ઉતારી બન્ને શખ્સોએ પૈસા ચૂકવ્યા  ન હતા જે સંદર્ભે ટંકારાના વેપારીઓએ અવાર નવાર ઉઘરાણી કરતા બન્ને શખ્સોએ પૈસા આપવાનીના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભગીરથભાઈએ જોડિયા પોલીસ દફ્તરમાં આઇપીસી કલમ 404,420,504,506 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ હાથ ધરી છે. જોડિયા પોલીસના જણાવ્યા અનુસાર, પોતે જેસીબી સહિતના વાહનોનો ધંધો કરે છે એમ કરી વિશ્વાસમાં લઇ બંને આરોપીઓએ એક હજાર લીટર ડીઝલનો જથ્થો મંગાવ્યો હતો અને સ્થળ પર જ પેમેન્ટ કરી આપવાની વાત કરી હતી.  જેને લઈને વેપારીઓએ એક હજાર લીટર ડીઝલનો જથ્થો મોકલી આપ્યો હતો.  જે કે, આ જથ્થો મોકલી દેવાયા બાદ પેટ્રોલ પંપ ધારકને ઓળખીતા વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે પીઠડ વાળી પાર્ટી ચીટર છે એનો ભરોશો કરવા જેવો નથી. જેથી વેપારીએ જે માણસને ડીઝલ ઉતારવા મોક્યો હતો તેને ફોન કર્યો હતો. પરંતુ વેપારી વાત કરે તે પૂર્વે પીઠડવાળી પાર્ટીએ ૪૪૦ લીટર જથ્થો ઉતારી લીધો હતો. દરમિયાન બંને ચીટરોએ પૈસા આપવાનો ઇનકાર કરી પેટ્રોલ પંપ ધારકોને ધમકી આપી હતી. જો યોગ્ય સમયે  વેપારીએ તેના માણસોને ફોન ન કર્યો હોત તો એક હજાર લીટરનો ડીઝલનો જથ્થો બંને સખ્સો ગપચાવી ગયા હોત, પરંતું હાલ ૫૬૦ લીટરનો જથ્થો બચી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here