દ્વારકા : અકસ્માત કમકમાટી ભર્યો છે, તો મોત કેટલું કરુણ હશે..જુઓ cctv

0
978

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે એક પેટ્રોલ પંપ સામે જ પુર ઝડપે પસાર થતી એક કારે જોરદાર ઠોકર મારતા સાયકલ સવાર પ્રૌઢનું જામનગર ખાતે મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતના સીસી ટીવી સામે આવતા કાર ચાલકનો અપરાધ સ્પસ્ટ સામે આવ્યો છે. અકસ્માત નીપજાવી કાર ચાલક નાશી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

દ્વારકા ખાતે ગઈ કાલે એસ્સાર પેટ્રોલ પંપની સામેથી સાયકલ લઇ પસાર થઈ રહેલ માધાભાઈ નાથાભાઈ રબારી ઉવ ૫૦ નામના પ્રૌઢને પાછળથી જીજે ૦૫ જે એ ૦૩૧૨ નંબરની કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. ઠોકર માર્યા બાદ ચાલક કારને પુરઝડપે હંકારી ગયો હતો. આ બનાવમાં પ્રૌઢને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ લઇ જવાયા હતા.

દ્વારકા ખાતેથી પ્રાથમિક સારવાર આપી પ્રૌઢને ખંભાલીયા બાદ જામનગર તબદીલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોચી પેટ્રોલ પંપ સહિતની આજુબાજુમાં આવેલ એકમોના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. જેમાં કાર ચાલકની બેદરકારી સામે આવી છે. કાર ચાલકે ઠોકરે પ્રૌઢને ઠોકર માર્યા બાદ કોઈ દયા નહી દાખવી કાર પુર ઝડપે હંકારી ગયો હતો. આં બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજ જોવા માટે આ લીંક પર ક્લિક કરો :

https://www.facebook.com/watch/?v=2374896546140900

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here