દ્વારકા : વર્ષાઋતુની શરૂઆતથી દ્વારકાધીશને હિંડોળે જુલાવાય છે, આવો છે મહિમા

0
636

જામનગર : ભગવાન દ્વારીકાધીશજીની રાજ ભાવથી સેવા જગત મંદિર માં થાય છે .શ્રીમદ્ ભાગવતજીના દશમ સ્કંદમાં જ્યારે પ્રભુ વ્રજમાં બાળ ગોપાલની વ્રજ લીલામાં હતા ત્યારથી વર્ષની છ ઋતુ પ્રમાણે સેવા થાય છે. ઋતુ પરિવર્તન ઈચ્છતા પ્રભુને જુદી જુદી ઋતુના પ્રારંભથી અંત સુધી મનમોહક શ્રૃંગાર, સહિતની સેવાક્રમ માં પરિવર્તન આવે છે. હાલ વર્ષા ઋતુની શરૂઆત થતી હોવાથી પ્રભુને હિંડોળે જુલાવવામાં આવી રહ્યા છે. શ્રીમદ્ ભાગવતજીમા વ્રજવાસીઓના ભાવથી શરુ થયેલ આ પરંપરાને ચાર ધામ પૈકીના એક એવા દ્વારિકામાં સૈકાઓથી જીવંત રાખવામાં આવી છે.

હાલ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મના વધામણાને લઈને મંદિર પરિસરમાં તૈયારીઓનો ધમધમાટ શરુ થયો છે. જો કે કોરોનાકાળની જન્મોત્સવને લઈને ઉજવણીમાં કોઈ અસર નહી પડે પણ ભાવિકોની ઉપસ્થિતને લઈને સવાલો થઇ રહ્યા છે. બીજી તરફ દેવસ્થાન સમિતિ અને પૂજા કરતા પરિવારજનોએ દર વર્ષે જે રીતે જન્મોત્સવમાં વિધિ કરવામાં આવે છે તે જ વિધિઓની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. હાલ ભગવાન શ્રી દ્વારિકાધીશને હિંડોળે જુલાવવામાં આવી રહ્યા છે. જગત મંદિરના પુજારી પ્રણવભાઈના શબ્દોમાં કહીએ તો, દર ઋતુમાં ઉત્સવ મા પ્રભુને અલગ અલગ ભાવ થી વિધિ-વિધાનથી સેવા કરવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતું કે ઋતુ પરીવર્તન ઈચ્છતા પ્રભુ જ સંસારને અનુરૂપ વાતાવરણ ઉભું થાય એમ ઇચ્છે છે. પ્રભુના આ વ્રજભાવને લઈને તેની ઇચ્છા મુજબના સેવા પ્રકાર મુજબ હિંડોળાને સજાવવામાં આવ્યા છે. જે તે સમયે વ્રજવાસીઓ પ્રભુના આંગણે હિંડોળા સજાવી કરીને પ્રભુ ને હિંડોળામાં જુલાવતા હતા એ જ ભાવ સાથે અહીં પણ
શ્રાવણ સુદ બીજ થી દસમ સુધી પ્રભુના હિંડોળાને વિવિધ શાકભાજી,,વિવિધ ફળો, ઝાડ-પાન…લહેરિયા વગેરેથી સુસજજ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણ શુદ એકાદશીથી શ્રાવણ વદ બુજ સુધી પ્રભુને ચાંદીના હિડોળે જુલાવવામાં આવશે. હિંડોળાનો મહિમા ઋતુ પરીવર્તમાં એકમેક થઇ જવાના મહત્વને પ્રતિપાદિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here