જામનગર: નિવૃત આર્મી જવાન-વેપારીના ઘરમાંથી ૧૮.૫૬ લાખના મુદ્દામાલની ચોરી

0
1746

જામનગર: આર્મીમાંથી નિવૃત થયા બાદ યુપીના જવાને જામનગરને કર્મભૂમિ બનાવી વેપાર શરુ કર્યો, સ્થાનિક ભાગીદાર સાથે મળી ગ્રોસરી અને મસાલાનો વેપાર કરતા નિવૃત જવાનના દાદીમાં અવસાન પામતા તેઓ વતન ગયા હતા. દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી કોઈ અજાણ્યા તસ્કરો ઘર અંદરથી એક લાયસન્સ વાળી પિસ્ટલ, સાડા તેર લાખની રોકડ, ૫૫૧ રાણી છાપ ચાંદીના સિક્કા અને સોનાના દાગીના સહિત રૂપિયા ૧૮.૫૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં એરફોર્સ 1 સ્ટેશન રોડ પર આવેલ બાલાજી પાર્ક 3માં રહેતા રણવીરપ્રતાપ સુધાકરભાઈ રાજપૂતના ઘરમાંથી માતબર ચોરી સામે આવી હતી. તા. 29/4 થી તા,3/5/૨૦૨૪ના ગાળા દરમિયાન આ ચોરી થઇ હોવાની વિગતો સામે આવી છે. મૂળ ઉતરપ્રદેશના રહેવાસી રણવીરપ્રતાપ વર્ષ ૨૦૧૯માં આર્મીમાંથી નિવૃત થયા હતા અને ત્યારબાદ તેઓએ જામનગરને કર્મ ભૂમિ બનાવી અન્ય મિત્ર હસમુખભાઈ સિંહલા સાથે મળી એચ આર મસાલા/ગ્લોસરી નામે વેપાર શરુ કર્યો હતો અને દેશભરમાં મસાલા સપ્લાયનો વ્યવસાય શરુ કર્યો હતો. પોતાના ઘરે નીચેના માળે કારખાનું નાખી વ્યવસાય કરતા હતા.

દરમિયાન ગત મહીને યુપીમાં રહેતા તેઓના દાદીમાં અવસાન પામતા તેઓ પત્ની, પુત્ર અને પુત્રી સાથે ઉતરપ્રદેશ ગયા હતા. પોતાના મકાનને તાળા મારી વતન ગયા બાદ તેઓના ભાગીદાર બેચાર દિવસે ફૂલછોડને પાણી પાવા માટે આવતા હતા ગત તા. 29/3ના રોજ તેઓ આવ્યા ત્યારે મકાનનો દરવાજો ખુલો જોવા મળેલ જેથી તેઓએ ફોન કરી વતનમાં રહેલ રણવીરપ્રતાપભાઈને જાણ કરી હતી. જેને લઈને તોએ પરત જામનગર આવ્યા હતા. ઘરની વેરવિખેર હાલત અને ચોરીના અંદેશા સાથે તેઓએ સીટી સી ડીવીજન પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં રણવીરભાઈએ ઘરમાં તપાસ કરતા મસ મોટી ચોરી સામે આવી હતી.

રહેણાંક બંધ મકાનના રસોડાની ગ્રીલ કાપી અંદર પ્રવેશેલા કોઈ ચોર ઘરમાંથી રૂપિયા ૫૦ હજારની કિંમતની ઓલ ઇન્ડીયા લાયસન્સ વાળી પોઇન્ટ 0.32 પીસ્ટલ અને બે મેગઝીન તથા 30 રાઉન્ડ કાર્ટીસ, રોકડા રૂપીયા ૧૩,૬૮,૦૦૦ તથા સોનાના ઘરેણા આશરે કીં.રૂ.૧,૩૫,૦૦૦ તથા ચાંદીના ઘરેણા તથા સિક્કા તથા વસ્તુ આશરે કિં.રૂ.૩,૦૧,૫૦૦ એમ મળી કુલ રૂપિયા ૧૮,૫૬,૩૦૦ની ચીજ વસ્તુઓ કોઇ અજાણ્યા ચોર ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

લસણના વેપારની રોકડ રકમ

ભાગીદાર સાથે મળી તાજેતરમાં રણવીરભાઈએ જામનગર યાર્ડમાં લસણનો વેપાર કર્યો હતો. આ વેપાર પેટે ઘરમાં આવેલ રૂપિયા 13,૬૮૦૦૦ની રોકડ, ઘરમાં સાચવી રાખેલ પાંચેક કિલો વજનના ચાંદીના રાજા રાણી છાપ ૫૫૧ સિક્કાઓ અને અન્ય સોના ચાંદીના દાગીના મળી માતબર મુદ્દામાલની ચોરી થઇ જતા સીટી સી ડીવીજનના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આ ચોરી કોઈ જાણભેદુ સખ્સો દ્વારા આચરવાળા આવી હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કર્યાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here