જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામે એક પરિણીતાને સતત ત્રાસ આપી પતિને ગળું દબાવી નિર્મમ હત્યા કરી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે તેણીના પિતાએ આરોપી જમાઈ સહિતનાઓ સામે પ્રથમ પુત્રીને મારવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પીએમ રીપોર્ટમાં યુવતીને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પતિ સહિતનાઓ સામે હત્યાની કલમ ઉમેરી ધરપકડ કરી છે. આરોપીએ પણ ગળું દબાવી હત્યા નિપજાવ્યાની કબુલાત કરી છે .
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના આરબલુશ ગામે ગત તા. ૨૭મીના રોજ પૂર્ણબા શક્તિસિંહ જાડેજા નામની પરિણીતાએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાવનગર જીલ્લા-તાલુકાના ભંડારિયા ગામે રહેતા પિતા જયુભા કનુભા ગોહિલે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જમાઈ શક્તિસિંહ શક્તિસિંહ રાજુભા જાડેજા રેખાબા રાજુભા જાડેજા અને અનીતાબા અનોપસિંહ જાડેજા રહે બધા આરબલુશ ગામ તા.લાલપુર જી.જામનગર વાળાઓએ તેણીના લગ્નજીવનના છ માસના ગાળામાં
તેણીના પતિએ નોનવેજ શાક બનાવવા માટે દબાણ કરતો હોય અને જેની સામે પ્રતિકાર કરતા અવાર નવાર દુખ ત્રાસ આપી માર મારતો હોય, આ ઉપરાંત અન્ય આરોપીઓએ દહેજમાં ઓછો કરીયાવર લાવેલ હોય તેમ કહી વારંવાર મેણા ટોણા મારતા હોય અને વારંવાર દહેજની માંગણી કરી મેણા ટોણા મારી માનસીક ત્રાણ આપતા હતા જેને લઈને તેણી મારવા મજબુર બની હોવાની ફરિયાદ તેણીના પિતાએ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૬, ૩૪ તથા દહેજ પ્રતિબંધક અધીનીયમ કલમ ૪ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ શરુ કરે તે પૂર્વે જ પીએમ રીપોર્ટમાં નવો ધડાકો થયો હતો. એ પરિણીતાનું મોત ગળું દબાવી થયું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આરોપી શક્તિસિંહ રાજુભા જાડેજાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ જ તેણીની ગળું દબાવી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક પૂર્ણાબા હજુ ગત તા. ૨૪મીના રોજ પોતાના ભાવનગર રહેતા માવતરથી આટો મારી પરત આવ્યા હતા. માવતરથી પરત આવ્યાના પાંચ દિવસમાં જ પતિએ તેણીની નિર્મમ હત્યા નીપજાવી હતી.