ભાણવડ: બોલેરોએ બળદગાડાને ઠોકર મારતા ખેડુતની નજર સામે માસુમ પુત્રનું મોત

0
530

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામે બે દિવસ પૂર્વે રાત્રીના 12 વાગ્યે પુરઝડપે દોડતા બોલેરોએ આગળ જતાં બળદગાડાને ઠોકર મારતા ખેડૂતની નજર સામે તેના માસૂમ પુત્રનું ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ખેડૂત અને તેની સાથેના અન્ય એક યુવાનને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વાહન છોડી નાસી ગયેલા આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની વિગત મુજબ ભાણવડ તાલુકા મથકથી ૧૭ કિલોમીટર દૂર આવેલા વાનાવડ ગામે ગત તારીખ ૧૬મી મેના રોજ રાત્રીના 12 વાગ્યે પોતાનું બળદ ગાડું લઈ માવજીભાઈ દાનાભાઇ વાઘેલા વાનાવડ ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે પાછળથી બોલેરો પિકઅપ વાહને જોરદાર ઠોકર મળી અકસ્માતની આવ્યો હતો, પાછળથી વાઘેલ ઠોકર ને લઈને બળદગાડા પર બેઠેલા માવજીભાઈ વાઘેલા તેમના દીકરા મયુર ઉંમર વર્ષ બાર અને ચીમનભાઈ સાદીયા નામના ત્રણે ફંગોળાઈ ગયા હતા.

જેમાં  માવજીભાઈ ના પુત્ર મયુરને શરીરમાં અને માથાના ભાગે તે મકાન ઉપર ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માવજીભાઈ અને ચીમનભાઈ ને માતા સહિત શરીરના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે સારવાર લીધા બાદ માવજીભાઈએ અકસ્માત નિપજાવી બોલેરો છોડી નાસી ગયેલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભાણવડ પોલીસ દફતરના પીએસઆઇ રોશન 2 નોઇડા સહિતના સ્ટાફે બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here