જામનગર: બે કરોડના ખેતી બેંક કૌભાંડમાં એક સખ્સની ધરપકડ

0
318

જામનગરમાં ખેતી બેંકના બે કર્મચારીઓએ બેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેર કાયદેસર વ્યવહાર કરી બે કરોડ ઉપરાંત રૂપિયાની ઉચાપત કરી આર્થિક કૌભાંડ આચર્યું હતું. એક વર્ષ પૂર્વે બંને સખ્સો સામે નોંધાયેલ ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે ગઈ કાલે રાજકોટથી એક સખ્સને પકડી પાડ્યો છે.  બંને કર્મચારીઓએ છેલ્લા છ વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણની રકમ ઉપાડી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

 જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે આવેલ ખેતી બેંકમાંથી આર્થિક કૌભાંડ સામે આવ્યું છે.  જેની વિગત મુજબ, અહી બેંકમાં ફરજ બજાવતા દિપકરામ જુગતરામ ભટ્ટ રહે.રોયલ ગ્રીન સોસાયટી ગાંધી ચોક પી.જી.વી.સી.એલ. ની પાછળ ધ્રોલ જી.જામનગર તથા અને સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે.શીવશક્તી તીલજી પાર્ક શેરી.નં.૬ બ્લોક.નં.૮ ગુંજન વિહારની સામે યુનીવર્સીટી રોડ રાજકોટ વાળા બંને કર્મચારીઓએ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ સુધીના છ વર્ષના ગાળામાં એક બીજાથી મેળાપીપણુ કરી કૌભાંડ આચર્યું હતું.

આ બંને સખ્સોએ બેંકમાંથી ધિરાણ મેળવનાર ખેડૂતોની રકમ બાકી હોવા છતાં રકમ ચૂકતે થઇ ગઈ હોવા અંગે ના બેકના તારણ મુક્તિના દાખલ પણ ચેકચાક કરી બનાવી લઇ, આ દાખલા બેંકમાં રજુ કરી બે કરોડની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. બેંકના રેકર્ડમાં ચેકચાક, સુધારા વધારા કરી બેંકના સીરીયલ નંબર વાળા, સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુક્તીના પ્રમાણપત્રો (દાખલા), ખેડુતોના ધીરાણની રકમો મુદત વીતી બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી, સહીઓ કરી ખેડુતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી હતી. ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો(દાખલા) આપી, તેમાં સહી-સીક્કાઓ કરી, ખોટા નો-ડ્યુ સર્ટી તથા પહોચો બનાવી, ખરા તરીકે ઉપયોગ કરી ખેડુતોને આપી, બેંકના રૂપીયા ૨,૦૪,૨૧,૯૯૭ની રકમ પોતાના અંગત ફાયદા માટે ઉચાપત કરી, વિશ્વાઘાત, છેતરપીંડી આચરી હતી. આ આર્થિક કૌભાંડ અંગે બેંક મેનેજર વિક્રમજી ઠાકોરે બંને કર્મચારીઓ સામે સીટી એ ડીવીજનમાં આઈપીસી કલમ ૪૦૬,૪૦૮,૪૦૯, ૪૬૫,૪૬૬,૪૬૭, ૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ  ફરિયાદ નોંધાવી હતી.

આ કૌભાંડની સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સી આઈડી ક્રાઈના પીઆઈ જે જે ચોહાણ, હેડ કોન્સ્ટેબલ પંકજ ઠાકર અને મેહુલ ચોહાણ સહિતની ટીમે તપસ હાથ ધરી એક વર્ષ બાદ આરોપી સહેન્દ્રસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામના રાજકોટ રહેત્ક સખ્સને પકડી પાડ્યો છે. પોલીસે આ સખ્સને પકડી પાડી કોર્ટ સમ્ક્ષ્ર રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here