U16/ જામનગરનો વિ’જય’ રાવલિયાની શાનદાર બેટિંગ, નિસર્ગની કાતિલ બોલિંગ સામે જુનાગઢ હાર્યું

0
1389

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત 16 વર્ષની વયજૂથ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે જામનગર ડિસ્ટ્રિક્ટની ટીમે જુનાગઢ ગ્રામ્યની ટીમ સામે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. જામનગરની ટીમેં પ્રથમ બેટિંગ કરી નિર્ધારિત 40 ઓવરમાં 231 રન ફટકાર્યા હતા. જેમાં કેપ્ટન જય રાવલિયાના ૮૨ રન મુખ્ય હતા. રન ચેજ કરવા મેદાને પડેલ જૂનાગઢ ગ્રામ્યની ટિમ 153 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જામનગરની ટીમના કાતિલ બોલર નિસર્ગ કાસુન્દ્રાએ છ ઓવરમાં 12 રન આપીને પાંચ વિકેટ ઝડપી જૂનાગઢની કમર તોડી નાખી હતી. જામનગર શહેરનો ૭૮ રનથી શાનદાર વિજય થયો હતો.

આજે જામનગર ખાતે અજિતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત U16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ડીસ્ટ્રીકટ અને જુનાગઢ ગ્રામ્યની ટીમ વચ્ચે લીગ મેચ રમાયો હતો.જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. નિર્ધારિત 40 ઓવરની આ મેચમાં કેપટન જય રાવલિયા અને પુષ્પરાજ જાડેજાએ ઓપનિંગ કર્યું હતું. જામનગરની ધીમી પરંતુ મક્કમ શરૂઆત બાદ 28 રનના સ્કોરે પુષ્પરાજ આઉટ થયા હતા. ત્યારબાદ જય રાવલિયા અને નિશ્ચયએ બાજી સાંભળી હતી અને જામનગર ડિસ્ટ્રીકટની ટિમ નિર્ધારિત 40 ઓવરમાં 4 વિકેટના ભોગે 231 રનનો વીશાળ ટાર્ગેટ જૂનાગઢ ગ્રામ્ય સમક્ષ રાખ્યો હતો. જેમાં જય રાવલિયાના શાનદાર 82 રનનો સમાવેશ થાય છે. જ્યારે નિશ્ચયએ 46 રન, પ્રિયાન્સ મંગેએ 17, નિસર્ગ કસુંદ્રાએ 14* અને ફ્રેહાન જડિયાએ 16* રન બનાવ્યા હતા. જૂનાગઢની ટીમે 28 રન એક્સ્ટ્રા આપ્યા હતા.


232 રનના ટાર્ગેટને ચેજ કરવા મેદાને પડેલ જૂનાગઢની ટિમ જામનગરની બોલિંગ સામે ટકી શકી ન હતી અને 153 રનમાં આખી ટિમ તંબુ ભેગી થઈ ગઈ હતી. જામનગર તરફથી નિસર્ગ કાસુન્દ્રાએ 6 ઓવરમાં 12 રન આપી મહત્વની પાંચ વિકેટ પ્રાપ્ત કરી હતી. આમ જામનગરનો 78 રનથી વિજય થયો હતો. જામનગર ડિસ્ટ્રીકટની ટિમ હવે આગામી રાજકોટની ટિમ સામે કવાર્ટર ફાઇનલ રમશે.

U-16 ટુર્નામેન્ટ વિશે…..

ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ અંતર્ગત રાજ્યમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા એસોસિયેશન એમ ત્રણ સંસ્થાનો છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત આ ટુર્નામેન્ટ જામનગર, પોરબંદર, રાજકોટ અને ભાવનગર એમ ચાર સ્થળોએ રમાઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીઓની સૌરાષ્ટ્રની અંડર 16 જૂથમાં પસંદગી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here