રાજકોટના કોન્ટ્રાક્ટરે પાણીની બોટલમાં દારૂ સંતાડ્યો પણ..

0
712

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે આવેલ ત્રણ રસ્તે પોલીસ ચેકિંગ દરમિયાન રાજકોટમાં રહેતા કોન્ટ્રાક્ટર પોતાની કારમાં દારૂ સાથે પકડાયો હતો. આ શકશે પાણીની બોટલમાં દેશી દારૂ ભરી રાખયો હોવાની વિગતો સામે આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા મથકથી 26 કિલોમીટર દૂર આવેલ દ્વારકા ધોરીમાર્ગ પરના લીમડી ગામના ત્રણ રસ્તે ગઇકાલે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાંજના ચારેક વાગ્યાના સુમારે અહીંથી પસાર થતી એક મારુતિ સ્વીફ્ટ કારને કલ્યાણપુર પોલીસના સુમાત ભાટિયા સહિતના સ્ટાફે રોકાવી તલાસી લીધી હતી. આ કારમાંથી પોલીસને પાણી ભરેલી એક બોટલ મળી આવી હતી,

જો કે પાણીની બોટલ ખોલતા અંદર ૨૦૦ એમએલ દારૂ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે રાજકોટમાં વાવડી રોડ પર વ્રજ વિલા ફ્લેટ 80માં રહેતા કોન્ટ્રાક્ટર ગોપાલ સામતભાઈ મકવાણા નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આ શખ્સ સામે પ્રોહીબીશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી, કાર ડિટેઈન કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોતાની દારૂની તલપ સંતોષવા માટે અને પોલીસથી બચવા માટે રાજકોટના કોન્ટ્રાક્ટરે પાણીની બોટલમાં દેશી દારૂ ભરી રાખ્યો હતો પરંતુ આ શખ્સ પોલીસની નજરમાંથી બચી શક્યો ન હતો. પોલીસે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધી કે જી ચેતરીયાએ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here