હાલારનું ગૌરવ: એવરેસ્ટ સર કરનાર ડૉ. સોમાત ચેતરિયા કોણ છે? પ્રતિકૂળ સ્થિતિને બનાવી અનુકૂળ

0
556

કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ સુભાષિતને ચરિતાર્થ કર્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ડોક્ટરે, અભ્યાસકાળ દરમિયાન જ ટ્રેકિંગ નો શોખ ધરાવતા આ ડોક્ટરનું સપનું વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ સર કરવાનું હતું અને એ સપનું તેઓએ અથાક મહેનત બાદ પૂર્ણ કર્યું છે. ધિકતી પ્રેક્ટિસ વચ્ચે પણ તેઓએ સતત એક મહિના સુધી એવરેસ્ટ ચઢાણ કરી ફતેહ મેળવી છે. એવરેસ્ટ સર કરી કર્મભૂમિમાં ડગ મુકનાર ડૉ ચેતરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

દરેક કાર્યકરને પોતાના જીવનકાળ દરમિયાન વિશ્વના સૌથી ઉંચા એવા માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તમન્ના હોય છે, સપનું હોય છે, પરંતુ મોટા ભાગના પર્વતારોહી આ સપનું સાકાર કરી શકતા નથી. ત્યારે આ જ સપનાને સાકાર કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટર સોમાત ચેતરિયા એ તનતોડ મહેનત કરી હતી. વર્ષો પૂર્વે સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે ડોક્ટર ચેતરીયાએ છેલ્લા એક દસકામાં દેશના અનેક ટ્રેકર સર કર્યા છે. છેવટે પોતાનું સપનું સાકાર કરવા માટે એવરેસ્ટ પર નજર કરી હતી. જોકે માઉન્ટ એવરેસ્ટ સર કરવો એ સૌ કોઈ પર્વતારોહી માટે મોટી મુશ્કેલી રૂપ બની શકે છે આમ જાણવા છતાં પણ ખંભાળિયાના તબીબે અથાક પ્રયાસ કરી પોતાનું સપનું સર કરવાથી 22  દિવસ પૂર્વે અભિયાન હાથ ધર્યું હતું.


મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ડોક્ટર ચેતરીયા એ પોતાનું સપનું સાકાર કરવા માટે ઘર બેઠા જ હાઇપોકસીક (hypoxic)ની તાલીમ લીધી હતી. ઘરે જ પોતાની જાતને એવરેસ્ટ સર કરવા ને અનુકૂળ બનાવી સતત અને સખત મહેનત કરી હતી તેઓ પહેલા ભારતીય છે કે જેમણે આ તાલીમ ઘરબેઠા લીધી છે. 22 દિવસ પૂર્વે ડોક્ટર ચેતરીયા એ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આજે સવારે એવરેસ્ટ સર કરીને નવો કિર્તીમાન સ્થાપ્યો છે. માઉન્ટ એવરેસ્ટ સર કરીને તેઓ સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ બની ગયા છે કે જેમણે વિશ્વનો સૌથી ઉંચો પર્વત સર કર્યો છે.અનેક અડચણ વચ્ચે અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ અડગ મનોબળના સહારે ડૉક્ટર ચેતરિયાએ વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કર્યું, પોતાનું સપનું પૂર્ણ કરી કર્મભૂમિ ખંભાળિયા પહોંચેલા શ્રીમાન સોમાત ચેતરિયાનું વિશેષ બહુમાં5 કરવામાં આવ્યું હતું.


ડૉ. સોમાત ચેતરીયા વિશે થોડું…..
14 ડિસેમ્બર 1981ના રોજ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આહિર પરિવારમાં જન્મેલ ડોક્ટર ચેતરીયા લએ પોતાનો શાળાકીય અભ્યાસ અલિયાબાડા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં પૂર્ણ કર્યો હતો. પ્રથમથી જ ભણવામાં તેજસ્વી એવા ડોક્ટર ચેતરીયાએ ધોરણ-12 સારા એવા ગુણ સાથે પાસ કરી જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં એડમિશન લીધું હતું. એબીએસ પૂર્ણ કર્યા બાદ અહીં જ એમએસ ની પદવી હાંસલ કરી હતી. વર્ષ ૨૦૦૯માં લગ્ન કરી સંસાર મા કદમ મળ્યા બાદ વર્ષ ૨૦૧૧માં ખંભાળીયા ખાતે સાકેત હોસ્પિટલથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી છે સાથે સાથે પર્વતારોહી જીવ હોવાથી ટ્રેકિંગ શોખ પણ સમયાંતરે પૂર્ણ કરતા રહ્યા છે. હાલ તેઓ પરિવાર સાથે ખંભાળીયા ખાતે રહે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here